________________
૧૯૪
પરંપરા અને પ્રગતિ
નહીં અને ઓચિંતા અવસાનના સમાચાર વાંચવામાં આવ્યા તેથી પોતાને થયેલું દુ:ખ ડૉ. સોમર્સ શ્રેણિકભાઈ પરના પત્રમાં વર્ણવે છે.૧૭
- શ્રી રામકૃષ્ણ બજાજ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં જમનાલાલજી સાથેના કસ્તૂરભાઈના સંબંધની યાદ આપીને તેમને અંજલિ આપતાં કહે છે:
“તેમનું વ્યક્તિત્વ બહુમુખ હતું. દેશની આર્થિક પ્રગતિમાં તેમણે આપેલ મહત્વના ફાળા ઉપરાંત શિક્ષણ ને સંસ્કૃતિને લગતી અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમને ઊંડો રસ હતો. તેમનું જીવન પ્રેરણાનો સ્ત્રોત હતો. તેઓ ભારતના ઉદ્યોગીકરણનો પાયો નાખનાર સમર્થ મહાનુભાવો અને અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમના અવસાનથી વેપારી વર્ગને તેમ જ સમગ્ર સમાજને નેતૃત્વ પૂરું પાડનાર એક મહાન શક્તિશાળી પ્રતિભાની ખોટ પડી છે.”૧૮
આ ઉપરાંત, સિબા-ગેઇગીના ડિરેક્ટર ડો. પોલ રહાઈનર, સર માઇકેલ પહેમ, ગૉડફ્રે ડેવીસ, હન્ડ્રીઝ ઍન્ડ ગ્લાસગો લિ.ના અધ્યક્ષ એમ્બ્રોઝ કોંગ્રીવ, આઈ.સી.આઈ.ના મિ. બ્રાયન રોબિન્સન, મિ. સીરીલ પિટ્સ તેમ જ મિ. જેક એઇશ્કન, જાપાનની નિશિન સ્પિનિંગ કં. લિ.ના સલાહકાર તેકેશી સકુરદા વગેરે વિદેશી મિત્રો અને સહકાર્યકરોના ઉષ્માભર્યા આશ્વાસનપત્રો કસ્તૂરભાઈએ તેમના પર પાડેલા પ્રભાવ અને તેમનામાં જગાડેલા અહોભાવના નિદર્શક છે.
ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ મિલમાલિક મંડળ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદની કૂડીબંધ શિક્ષણસંસ્થાઓ,
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, અમદાવાદનો સક્લસંઘ, જૈન વિશા ઓસવાળ સમાજ વગેરે ધર્મસંસ્થાઓ તેમ જ ગુજરાતભરની અન્ય નાનીમોટી સંસ્થાઓએ શોકઠરાવો કરીને આ મહાન ગુજરાતીને નિવાપાંજલિ અપી હતી.
ઉપરાંત જાણીતી ને અજાણી અનેક વ્યક્તિઓએ ગદ્ય અને પદ્યમાં કસ્તૂરભાઈ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને માન વ્યકત કરતા પત્રો લખ્યા છે.
વર્તમાનપત્રોએ પણ કસ્તૂરભાઈની વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, ક્લા, સંસ્કૃતિ આદિ ક્ષેત્રોની સેવાઓને બિરદાવતા લેખો લખેલા, તેમાં અમદાવાદના દૈનિક
Scanned by CamScanner