________________
છેલ્લું દર્શન ૧૫
પત્ર ગુજરાત સમાચારે આપેલી અંજલિ વિશેષ ધ્યાન ખેંચે છે. તેમાંના કેટલાક અંશો જોઈએ:
“ગુજરાતના વેપાર-ઉદ્યોગના કબીરવડ સમા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનો આજે દેહાંત થતાં હિંદુસ્તાનના ઔદ્યોગિક નકશામાં ગુજરાતનું નામ મઢી દેનારી એક ખીંટી ખરી પડી છે...શ્રી કસ્તૂરભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, માત્ર મહાજન નહોતા, માત્ર ધનવાન નહોતા, મહાત્મા ગાંધીના ગુજરાતની કૂખને ઉજાળનારા અને સરદાર પટેલ જેવા પનોતા પુત્રોની પરંપરાના એક પાણીદાર મણકા સમા હતા. એ તો ગુજરાતના ગરવા પરાક્રમ-પુરુષોની પેઢીના એક ખમતીધર મોભી હતા. એમના જવાથી ઘડીક ગુજરાત રાંક બન્યાની લાગણી જન્મવી સ્વાભાવિક છે. પણ શ્રી કસ્તૂરભાઈએ ગુજરાતને એટલું બધું આપ્યું છે કે ગુજરાત કદી રાંક બની શકે નહીં. કચ્છના એક વારના નિર્જન કાંઠે કંડલા મહાબંદરનાં ધ્વજધારી વહાણો પર શ્રી કસ્તૂરભાઈનું નામ અદૃશ્યથી લખાયેલું વંચાશે. ઔદ્યોગિક વૈજ્ઞાનિક સંસ્થા અટીરાની બારાખડીના પ્રથમ અક્ષર રૂપે એ હમેશાં યાદ રહેશે. પાલિતાણા અને રાણકપુરનાં પ્રાચીન જૈન તીર્થધામોના જૂના પાયામાં નવું પોલાદ પૂરનારા એક શ્રદ્ધાપુરુષ તરીકે તેઓ યાદદાસ્તનું અમીટ નિશાન બની રહેશે. ગુજરાતની કેટલીક આદર્શ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓના દ્રા અને પ્રહરી તરીકે તેમનું નામ હમેશાં યાદ રહેશે.... મૃત્યુની હદ કોઈ મિટાવી શક્યું નથી. પણ પોતાની પાછળ ઝળાંહળાં હસ્તીના તેજપુંજ પાથરનારા કેટલાક આત્મદીપ સંસારમાં સદીએ સદીએ પ્રગટતા રહે છે. એવા માનવદીપોમાં એકનું નામ કસ્તૂરભાઈ હતું તેમ તવારીખને નોંધ્યા વિના છૂટકો નહીં થાય.”૧૯
ક્યાશી વર્ષની પકવ વયે કસ્તૂરભાઈએ ચિરવિદાય લીધી હતી. છતાં તેમના અવસાનના સમાચાર દેશ આખાએ એક આંચકા સાથે ઝીલ્યા હતા. વેપાર અને ઉદ્યોગમાં સંપ, સહકાર અને સંગઠનની ઊંચી ભાવના આ “મહાજનના મહાજને” ઉપસાવી આપી હતી. આ ક્ષેત્રોમાં તેમણે સ્વાચરણ દ્વારા નીતિ અને પ્રામાણિકતાનાં મૂલ્યોની આણ વર્તાવી હતી. તેમના બોલનું વજન માણેક્યોકના
Scanned by CamScanner