Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 238
________________ જીવનરેખા ૧૮૪, ડિસેંબર, ૧૯ : કસ્તૂરભાઈનો જન્મ. ૧૮૯૬ : લાલભાઈ શેઠે સરસપુર મિલની સ્થાપના કરી. ૧૯૦૨ : કસ્તૂરભાઈનું શારદાબહેન સાથે સગપણ. ૧૯૦૫ : લાલભાઈ શેઠે રાયપુર મિલની સ્થાપના કરી. ૧૯૧૧ : લાલભાઈ શેઠની વડીલોપાર્જિત મિલકતનું વિભાજન. ૧૯૧૧ : કસ્તૂરભાઈ મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયા. ૧૯૧૨, જાન્યુઆરી : ગુજરાત કોલેજમાં દાખલ થયા. ૧૯૧૨, જૂન, ૫ : લાલભાઈ શેઠનું અવસાન. ૧૯૧૨, ઑગસ્ટ : કસ્તૂરભાઈ કોલેજ છોડીને રાયપુર મિલમાં જોડાયા. ૧૯૧૩ : ઘેર શિક્ષક રાખી અંગ્રેજી શીખ્યા. ૧૯૧૪: રાયપુર મિલમાં શાળખાનું શરૂ કર્યું. મિલને સારો નફો થયો. ૧૯૧૪, ડિસેંબર : પુરુષોત્તમભાઈ હઠીસિંગનું અવસાન. ૧૯૧૫, મે : શારદાબહેન સાથે લગ્ન. ૧૯૧૫, મે, ૨૫ : ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમ સ્થાપ્યો. ૧૯૧૭ : અમદાવાદમાં પ્લેગ. મજૂરોની તંગી. મજૂરોના વેતનમાં નેવું ટકાનો વધારો. ૧૯૧૮ : અમદાવાદમાં મિલમાલિકોનું સંગઠન અંબાલાલ સારાભાઈએ કર્યું. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257