________________
૧૮૮
પરંપરા અને પ્રગતિ
ભાઈઓનો આખો પરિવાર અમદાવાદ સ્ટેશને આવ્યો હતો. વહીલ ચૅરમાં બેસાડીને તેમને મોટર સુધી લઈ ગયા.
સવારે નવ વાગ્યે ડૉ. સુમન્ત શાહ આવ્યા. ડો. શાહ તેમના રહી, મિત્ર અને અંગત તબીબ હતા. તેમણે કાર્ડિયોગ્રામ લીધો, ઍકસ-રે માં જોયું. ઝીણવટથી આખું શરીર તપાસ્યું અને કહ્યું:
“બે વર્ષથી હદય પહોળું થઈ ગયું છે તે ડૉ. વી. વી. શાહ જાણતા નહોતા એટલે તેમણે હલનચલનની મના કરેલી. પણ બ્લડ પ્રેશર વધારે છે ને નાડી અનિયમિત ચાલે છે એટલે સૂઈ રહેવું પડશે.” - બીજે દિવસે કસ્તૂરભાઈ અકળાઈને કહે: “ડોકટર કહે છે કે વાંચવાનું નહીં, પત્તાં રમવાનાં નહીં, તો પછી માણસ કરે શું? મૅડ કરી દે એવું કામ છે.”
ડોકટરે વાંચવાની રજા આપી એટલે કહે: “I am absolutely normal.” (હું તદ્દન સાજો છું.)
બેત્રણ દિવસ સારા ગયા. તબિયતમાં સુધારો દેખાયો. લોહીનું દબાણ ૨૦૦/૧૧૦ હતું તે હવે ૧૬૦/૯૫ થયું. તેમનું સામાન્ય દબાણ ૧૪૫૨ રહેતું હતું. સિદ્ધાર્થભાઈને ખબર પડતાં તેમણે ફોનથી આવવાની ઇચ્છા દર્શાવી. તારીખ ચૌદમીએ તેમનો પુત્ર સુનિલ અમેરિકા જવાનો હતો એટલે તેને મૂકવા મુંબઈ જવાનું હતું. કસ્તૂરભાઈએ કહેવડાવ્યું કે મારી તબિયત સારી છે, દોડી આવવાની જરૂર નથી. અઢારમી તારીખે સવારે આઈ.આઈ.એમ.માં મિટિંગ હતી એટલે સત્તરમીએ સાંજે સિદ્ધાર્થભાઈ અમદાવાદ આવ્યા.
અઢારમી તારીખે સવારે બંને ભાઈઓ આઈ.આઈ.એમ.માં ગયેલા. સભા ચાલતી હતી ત્યાં ઘેરથી ફોન આવ્યો. પન્નાબહેને ફોન પર કહ્યું: “પપ્પાની સ્પીચ બંધ થઈ ગઈ છે.” બંને ભાઈઓ ઘેર પહોંચ્યા. ડોક્ટર હાજર હતા. પછી સાંભળવાનું પણ બંધ થઈ ગયું. કસ્તૂરભાઈએ ડોકટરને લખીને પૂછયું: “કેમ આવું થાય છે?”
લોહીનો નાનો ગઠ્ઠો (clot) થયો છે તે શરીરમાં ફરે છે. લોહી પાતળું કરવાની જરૂર છે.” ડોક્ટરે જવાબમાં લખ્યું.
લોહી ત્રણચાર વખત લીધું. દવા, ઇન્જન વગેરે ઉપચાર ચાલુ હતા. થાક વધતો જતો હતો. ઊંઘવાની ઇચ્છા થતી હતી. શાંતિથી ઊંડયા.
Scanned by CamScanner