________________
१५० પરંપરા અને પ્રગતિ
કુટુંબ શોમાં ડૂબી ગયું હતું. પિતૃભક્ત પુત્રો પિતાની ઇચ્છા મુજબ અંતિમ યાત્રા ગોઠવવાનો વિચાર કરતા હતા. સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ, અરવિંદભાઈ વગેરે આપ્તમંડળ એકત્ર થયું.
એક વાર કસ્તૂરભાઈ ને શ્રેણિકભાઈ સાથે મિલમાં જતા હતા ત્યાં કોઈકની સ્મશાનયાત્રા નજરે પડતાં કસ્તૂરભાઈએ કહેલું: “મારા અવસાન વખતે કોઈ કીમતી શાલ-દુશાલા ઓઢાડશો નહીં. અરવિંદની સફેદ ચાદર બસ થશે.” પછી. જરા અટકીને બોલેલા : “અને જો, શ્રેણિક, બીજું એ કે મારા શરીર ઉપર ફૂલ મૂકશો નહીં. ફૂલ તો દેવને ચડે.” ત્યારે શ્રેણિકભાઈએ કહેલું કે: “પપ્પા, તમે શાલનું કહ્યું તે સમજી શકાય તેમ છે અને તે અમારા હાથની વાત છે. પણ અનેક માણસો ભાવભરી અંજિલ અર્પવા ફૂલ લઈને આવે તેમને કેમ રોકવા?” આ સાંભળીને કસ્તૂરભાઈ મૌન રહેલા.૭
શ્રેણિકભાઈને આ પ્રસંગ યાદ આવ્યો. પિતાની ઇચ્છા મુજબ તેમને સફેદ ચાદર ઓઢાડી. પુષ્પોની અંજલિ રોકવાનું તેમને માટે શકય નહોતું. કસ્તૂરભાઈનો ભવ્ય ને પડછંદ દેહ મઘમઘતાં ગુલાબથી ઢંકાઈ ગયો હતો.
આનાથી વધારે મોટો પ્રશ્ન હજુ ઉકેલવાનો બાકી હતો. કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું ન જોઈએ. ખરી અંજલિ તો તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ રહેવી ન જોઈએ.
લાલભાઈ ગ્રૂપની નવે મિલોના મૅનેજરોને શેઠની આ ઇચ્છા પ્રમાણે સોમવારે મિલો ચાલુ રાખવાની સૂચના અપાઈ. મૅનેજરોએ કહ્યું: “અમે કારીગરોને શેઠની આ ઈચ્છાની વાત કરીશું; પણ માનશે નહીં.”
બીજે દિવસે જ્યારે મજૂરોને એમ કહેવામાં આવ્યું કે શેઠની ઇચ્છા દેશના ઉત્પાદનને નુકસાન ન પહોંચે એટલા માટે મિલો ચાલુ રાખવાની હતી, ત્યારે શેઠ પ્રત્યેના માનથી પ્રેરાઈને, તેમની અદબ જાળવીને મજૂરો કામ પર ચડી ગયા હતા. એકાદ ઠેકાણે એકાદ પાળીને બાદ કરતાં નવે એકમોમાં કામ ચાલુ રહ્યું હતું. મજૂરોને એ દિવસે પગાર મળ્યો એટલી જ રકમ—સાતઆઠ લાખ રૂપિયા— મજૂર કલ્યાણ ભંડોળમાં આપવાનું શેઠના કુટુંબે વિચાર્યું. આખા અમદાવાદમાં જેમના શોકમાં હડતાળ હતી તેમની જ મિલો એ દિવસે ચાલી તે એક અપૂર્વ
.
Scanned by CamScanner