________________
છે દર્શન
૧૮૯
પછી ઠીક લાગતાં ટપાલ મંગાવી. આવેલ કાગળોનો નિકાલ કરવાની ચીવટ એટલી બધી રાખતા કે એક પણ પત્ર ઉત્તર આપ્યા વગરનો રહેતો નહીં. તે દિવસે પણ તેમણે પત્રોના જવાબ અંગે સૂચના આપી. ડૉકટરને પણ આશા બંધાઈ.
ઓગણીસમીએ સવારે જીભ અને કાન કામ કરતાં થયેલાં. પણ કોઈની સાથે બોલવાનું ગમતું નહોતું. ઊંઘમાં પડ્યા રહ્યા. સિદ્ધાર્થભાઈની બે પુત્રીઓને બોલાવી લીધી હતી. આખો પરિવાર દાદાજીની આસપાસ એકત્ર થયો હતો.
દિલહીથી ઘનશ્યામદાસ બિરલા તથા બ્રજમોહન બિરલાની ખબર પૂછતો ફોન આવ્યો. શ્રેણિકભાઈએ જવાબ આપ્યો: “તબિયત સુધરી રહી છે. ચિંતા કરવા જેવું નથી.” બ્રજમોહન બિરલાએ કહ્યું: “હું સાંજે ફરીથી ફોન કરીશ.” - સાંજે ઉત્સાહ દેખાતો હતો. સાત વાગ્યે પોતાની પ્રિય વાનગી એસ્પેરેગસ ટોસ્ટ જમ્યા. પછી સૌને કહ્યું: “જમી લો.” લગભગ સાડા સાતે સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ અને પરિવારના સભ્યો જમવા બેઠા. કસ્તૂરભાઈની પાસે નોકર અને નર્સ હતાં.
પોણા આઠ વાગ્યે નોકરે ભોજનખંડમાં દોડતા આવીને કહ્યું: “પપ્પા બેભાન થઈ ગયા છે, જલદી ચાલો.” વિમળાબહેન દોડતા ગયાં. નાડી જોઈ તો મંદ પડી ગઈ હતી. રવિવાર હતો. ડોક્ટરને માટે માણસોને દોડાવ્યા, ફોન કર્યા. વિમળાબહેને ઑકિસજન આપવા માંડ્યો, પગે ને છાતીએ મસાજ કરવા માંડ્યું. હવા પંપ કરવા માંડી. પણ બધું વ્યર્થ. “આહ એમ ધીમો અવાજ થયો ને પ્રાણ નીકળી ગયા. ડોક્ટર આવ્યા, પણ અવસાનની જાહેરાતથી વિશેષ કરવાપણું
રહ્યું નહોતું.
બરાબર સવાઆઠ વાગ્યે બિરલાજીનો ફોન રણક્યો. પૂછયું: “કસ્તૂરભાઈજીકી તબિયત કૈસી હૈ?” જવાબમાં અવસાનના સમાચાર મળતાં તેમને આશ્ચર્ય સાથે આઘાત થયો.
શહેરમાં વીજળીવેગે શોકસમાચાર ફેલાઈ ગયા. સ્વજનો, સ્નેહીઓ, સહકાર્યકર્તાઓ, પત્રકારો, અગ્રણી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, સામાજિક કાર્યકરો ને રાજકીય નેતાઓ કસ્તૂરભાઈને નિવાસસ્થાને ઊભરાવા લાગ્યા.
Scanned by CamScanner