________________
૧૮૪ પરંપરા અને પ્રગતિ
“તમે જ્યોતિષમાં ખૂબ શ્રદ્ધા ધરાવો છો એમ મેં સાંભળ્યું છે. શ એ સાચું છે? એક વાર એક અમેરિકન અતિથિએ તેમને પૂછયું.
હા. હું દર વર્ષે મારી કુંડળી પરથી વર્ષફળ wાવું છું. એક વાર એક જ્યોતિષીએ મારી જન્મપત્રિકા વાંચીને કહેલું કે આ વર્ષે તમે મિલમાલિક મંડળના પ્રમુખપદેથી રાજીનામું આપીને છૂટા થશો. મને આશ્ચર્ય થયું, કેમ કે હું એ વખતે એ મંડળના પ્રમુખપદે હતો જ નહીં. પણ પછી બન્યું એવું કે અમદાવાદ મિલમાલિક મંડળનું પ્રમુખપદ ખાલી પડયું. કોઈ એ જવાબદારી લેવા તૈયાર ન હતું. તે સ્વીકારવા મારા પર ભારે દબાણ આવ્યું, છતાં હું તે માટે સંમત થયો નહીં. છેવટે ચિઠ્ઠી નાખીને હું અને બીજા એક ગૃહસ્થ એ બેમાંથી એકે થવું એમ સૂચવવામાં આવ્યું. ચિઠ્ઠી ઉપાડી તેમાં મારું નામ આવ્યું એટલે મારે અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ થવું પડ્યું. પછી બેત્રણ મહિને એક એવો પ્રસંગ બન્યો કે મારે અને કારોબારીના સભ્યોને મતભેદ થયો. અમુક બાબતમાં લવાદીનો આશ્રય લેવાનું સભ્યોનું સૂચન હતું. મને તે માન્ય નહોતું, તેથી તત્કાળ મેં રાજીનામું આપેલું. આમ, જે વસ્તુની મને કલ્પનાયે નહોતી તે બની. તે વિશે જન્મકુંડળી જોઈને આગાહી કરવામાં આવી ને તે સાચી ઠરી તેનાથી મને આશ્ચર્ય થયેલું.” કસ્તૂરભાઈએ વિગતે વાત કરતાં કહ્યું.
પછી જરા થોભીને વાત આગળ ચલાવતાં બોલ્યા:
“હવે બીજો એનાથી જરા જુદો દાખલો આપું. એક વાર એક જ્યોતિષીએ મને કહ્યું કે તમારે પરદેશ જવાનું થશે. તમે જાઓ ખરા; પણ ચોથી ઓક્ટોબરને દિવસે વિમાનમાં મુસાફરી ન કરશો. એટલી તકેદારી રાખજો. મેં કહ્યું: “બહુ સારું.’ પણ બન્યું એવું કે ચોથી ઑક્ટોબરે જ મારે મુસાફરી કરવાની આવી. ટિકિટ લીધી. વિમાનમાં બેઠો, વિમાન ઊયું. પછી એકાએક મને જ્યોતિષીએ કહેલી વાત યાદ આવી. મેં મુસાફરી ચાલુ રાખી. કશું અનિષ્ટ બન્યું નહીં.”
“તે ઉપરથી તમે શું તારવ્યું?”
“મેં એ તારવ્યું કે જ્યોતિષ પર આંધળી શ્રદ્ધા ન રાખવી. હું માનું છું કે માણસના જીવન ઉપર ગ્રહોની અસર થાય છે. ગ્રહોની કઈ સ્થિતિમાં તમારો જન્મ થયો છે એ મહત્ત્વનું છે. જો એ વખતે ગ્રહો સારા હોય તો તમને સફળતા મળે ને સારું થાય એમ હું માનું છું. પછી એમ બને ખરું કે જ્યોતિષીએ કરેલી
Scanned by CamScanner