________________
ઉત્તમના અભિલાષી ૧૭૯
હોત. આમ બનવાને બદલે મજુમદાર અતુલના જનરલ મૅનેજર તરીકે જ નિવૃત્ત થયા તે અન્યથા ઉદાર અને ન્યાયપૂર્ણ દેખાતા તેમના વર્તાવની નબળી કડીને છતી કરે છે. આજે પણ તેમના ઉદ્યોગગૃહમાં રચવામાં આવતી મૅનેજમૅન્ટની વિવિધ સમિતિઓમાં પ્રોફેશનલ મૅનેજરને સ્થાન નથી. આધુનિકોને આ બધું સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગવા સંભવ છે.
તાતા, બિરલા, મફતલાલ કે લાલા શ્રીરામ જેવાં બીજાં ઉદ્યોગગૃહોની તુલનાએ કસ્તૂરભાઈનું ગ્રૂપ પાછળ કેમ એવો પ્રશ્ન છેવટે થાય. તેનો એક જવાબ ઉપર દર્શાવેલ પરંપરાપ્રિય માનસમાં રહેલો છે. બીજું, પોતે સ્વીકારેલી મર્યાદામાં રહીને તેઓ ધંધો કરતા. વધુ મોટી ફાળ ભરવા માટે વધુ નાણાં જોઈએ, તે ધાર્યું હોત તો ઊભાં કરી શકયા હોત, પરંતુ પછેડી પ્રમાણે સોડ તાણવાની તેમની નીતિ હતી. ધંધો બહોળો થાય તે પ્રમાણે લોનનું વ્યાજ અને ડિવિડન્ડ આપવાનું થાય અને કર વધુ આપવો પડે તે ગણતરી પણ ખરી. હિસાબ અતિશય ચોખ્ખો રાખવાની ચીવટ હોવાથી પૈસા કરતાં પ્રતિષ્ઠાને કસ્તૂરભાઈએ વિશેષ મહત્ત્વ આપ્યું છે. મિલનો સામાન અંગત ઉપયોગ માટે ન વાપરે. અનુલમાં સિદ્ધાર્થભાઈ વહીવટ શીખવા માટે રહ્યા તે દસ વર્ષ મકાનના ભાડાના માસિક પાંચસો રૂપિયા સહિત પોતાનો બધો જ ખર્ચ પોતે ભોગવેલો. બીજા ઉદ્યોગપતિ ભાગ્યે જ એવો છોછ રાખે. ગુજરાતી અને રાજસ્થાની વેપારીની મનોવૃત્તિ
આ બાબતમાં તદ્દન ભિન્ન છે. રામેશ્વરદાસ બિરલા સટ્ટો કરતા અને સટ્ટાની કમાણી ધર્માદામાં વાપરી દઈએ છીએ, ઘરમાં રાખતા નથી, એમ કહે. દેશના ભાગલા પડ્યા ત્યારે પંજાબમાં બિરલાની મિલ હતી. તેને ટકાવવા માટે તેનો મૅનેજર મુસલમાન થઈ ગયેલો. ચાર-પાંચ વર્ષે ભારતમાં આવ્યો ત્યારે બિરલાએ તેને કહ્યું: “એમાં શું? શુદ્ધિ કરાવીને તમને હિંદુ બનાવી દઈશું.”જ પોતે રહેતા હોય તે બંગલો ઘરાકના મનમાં વસી ગયો હોય ને તેનાં નાણાં સારાં ઊપજતાં લાગે તો મારવાડી ઉદ્યોગપતિ બંગલો વેચી દેવા તૈયાર થઈ જાય. તેમાં તેને ‘બીજા શું કહેશે’ કે ‘આબરૂને બટ્ટો લાગશે' એવો વિચાર સુદ્ધાં આવશે નહીં.
ગુજરાતમાં એવું સામાન્ય રીતે બનતું નથી. કસ્તૂરભાઈ પૈસા પૈસાનો હિસાબ ગણે ખરા, પરંતુ આબરૂનો ખ્યાલ તેમના મનમાં સર્વોપરી રહેતો. દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈને તેમણે રાષ્ટ્રીય લડતને માટે ઘણી મોટી રકમ આપી હતી. તેમના
Scanned by CamScanner