________________
છેલ્લું દર્શન
કસ્તૂરભાઈ સ્વાદિષ્ટ ભોજનના રિસયા હતા. દેશપરદેશની જાતજાતની વાનગીઓ તૈયાર કરાવે ને રુચિ મુજબ મિત પ્રમાણમાં આનંદથી આરોગે. તેમને મધ બહુ ભાવે. ત્રેવીસ જાતનાં મધ એકઠાં કરેલાં. જે દેશમાં જાય તે દેશનું ઉત્તમ ગણાતું મધ અવશ્ય ખરીદે. મિત્રો અને સગાંસ્નેહીઓ પણ જાણે કે કસ્તૂરભાઈને મધ પ્રિય છે, એટલે તેમને ઉત્તમ જાતનું મધ ભેટ મોક્લે. મધમાખીઓને મારીને તૈયાર કરેલું મધ તેમને ન ખપે. માખીઓએ એકત્ર કરેલું, મધપૂડાનું અહિંસક મધ લેવાનો જ જ્યાં જાય ત્યાં આગ્રહ રાખે. દરરોજ સવારે પોણા સાત વાગ્યે નાસ્તામાં ખાખરા સાથે મધ લેવાનો નિયમ રાખેલો.
અહિંસાની મર્યાદામાં રહી તેઓ વિવિધ દેશોની વાનગીઓ પસંદ કરતા. ચીનનો કૉર્ન (મકાઈ) સૂપ, ઇટાલીની કેનેલોની અને સ્વિટ્ઝર્લૅન્ડની ફોર્ની (ચીઝ) તેમની પ્રિય વાનગીઓ હતી. બંગાળી મીઠાઈ અને ગુજરાતની જલેબી એમને ખાસ પસંદ. થૂલાનું ઢોકળું પણ ભાવે. ચીઝના પણ એટલા જ શોખીન. સવારના નાસ્તામાં ખાખરાની સાથે ચીઝ-ટોસ્ટ પણ હોય. બપોરના ભોજનમાં બે ફુલકાં રોટલી, બેત્રણ શાક અને દાળભાત. સાંજે બે પૂરી, શાક અને એકાદ ફરસાણ. છેલ્લાં વર્ષોમાં સાંજે ભાત ખાતા નહીં.
દિવસમાં બે વાર જમ્યા પછી પાન ખાવાની ટેવ. તેમને માટે કલકત્તા અને મદ્રાસથી પાન આવે. એક પણ પાન બગડે નહીં તે માટે જાતે માવજત કરે.
Scanned by CamScanner