________________
૧૭૮
પરંપરા અને પ્રગતિ
ન પસંદ પડે તેને એક મિનિટ પણ ઊભો ન રહેવા દે. બંને ઉત્તમના અભિલાષી. પણ કસ્તૂરભાઈ સ્થાનિક નિષ્ણાત મળે તેનાથી સંતોષ માને, ત્યારે અંબાલાલ ગમે ત્યાંથી કોષ્ઠ નિષ્ણાત શોધી લાવે. કસ્તૂરભાઈના કરતાં અંબાલાલ ઉદ્યોગમાંથી વહેલા નિવૃત્ત થયેલા. ગૌતમને ચેરમેનપદે મૂક્યા પછી પૂરેપૂરું સુકાન ગૌતમના હાથમાં સોંપી દીધેલું. કસ્તૂરભાઈ મોડે સુધી ચેરમેનપદે રહીને નિવૃત્ત થયા પછી પણ પુત્રોને સલાહ અને માર્ગદર્શન આપતા રહેલા.
'કસ્તૂરભાઈ કરકસરના હિમાયતી, ત્યારે અંબાલાલનો હાથ ઘણો છૂટો. કસ્તૂરભાઈને મુકાબલે અંબાલાલનો વૈભવ ઘણો મોટો. નાનકડા રજવાડાની માફક તેમની મિલકતનો વહીવટ ચાલે. પ્રમાણમાં ઓછી સંપત્તિ ધરાવતા કસ્તૂરભાઈનાં દાન અંબાલાલની તુલનાએ ઘણાં વિપુલ. કસ્તૂરભાઈમાં સામાજિક જવાબદારીનું ભાન સવિશેષ ધ્યાન ખેંચે તેવું; તેથી અમદાવાદના વિકાસમાં તેમનો ફાળો, આગળ જોયું તેમ, સ્મરણીય બન્યો છે. પોતે એક ઉમદા ખાનદાનના પ્રતિનિધિ છે એવું ભાન કસ્તૂરભાઈમાં સતત રહેવું અને તેથી પરંપરાપ્રાપ્ત પ્રતિષ્ઠાનો ખ્યાલ ભૂલી શકેવા નહીં. અંબાલાલ સુધારક માનસ એવા ખ્યાલથી દોરાનું નહીં. એક સંયમ અને શિષ્ટતાના પ્રેમી, તો બીજા મુક્તતા અને પ્રયોગશીલતાના ઉપાસક. એક રીતે કહીએ તો અમદાવાદની સંસ્કૃતિના બે છેડા આ બે મિત્રોએ સાચવ્યા હતા.
કસ્તૂરભાઈની નિષ્ફળતા અને નબળાઈઓનો પણ નિર્દેશ કરવો જોઈએ. તેમણે ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપની સ્થાપેલી તે નિષ્ફળ જતાં ફડચામાં લઈ જવી પડી હતી. પોતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ મેનેજમેન્ટની સંસ્થાનાં સ્થાપના ને સંચાલનમાં સક્રિય રસ લેતા હોવા છતાં તેના સિદ્ધાંતનો પોતાના ઉદ્યોગસંકુલમાં અમલ કર્યો નથી. કુટુંબ દ્વારા જ ઉદ્યોગનું સંચાલન ગોઠવવાનું સ્થિતિચુસ્ત વલણ અન્યથા પ્રગતિશીલ પદ્ધતિના પુરસ્કર્તા હોવા છતાં તેઓ તજી શકેલા નહીં. ૧૯૭૦થી મેનેજિંગ એજન્સીની પ્રથા કાયદેસર નાબૂદ થઈ ત્યારે પણ પોતાના પરિવારના સભ્યોને જ જુદાં જુદાં એકમોના મેનેજિંગ ડિરેક્ટર પદે મૂક્યા હતા. બી. કે. મજુમદાર જેવા સમર્થ સાથીને નવો ધારો અમલમાં આવ્યો તે પછી છેલ્લાં થોડાં વર્ષોમાં અતુલના એક મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકીને તેઓ તેમની સેવાઓની યોગ્ય કદર કરી શક્યા
Scanned by CamScanner