________________
૧૭૬
પરંપરા અને પ્રગતિ
તેમનો કડપ રહેતો. પુત્રો સુશીલ, વિનયી, પ્રામાણિક અને બુદ્ધિશાળી નીવડ્યા તેનો કસ્તૂરભાઈને મોટો સંતોષ હતો.
૧૯૧૮માં ગાંધીજીએ મજૂર લડત અંગે ઉપવાસ કર્યા તે પ્રસંગથી કસ્તૂરભાઈને અંબાલાલ સારાભાઈના સંપર્કમાં આવવાનું થયેલું. તે પછી બંને વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો. કસ્તૂરભાઈની બુદ્ધિશક્તિ, સૂઝ, સમજાવટ અને ધંધાની કુશળતાએ અંબાલાલને તેમના તરફ આકર્ષા હશે. મિલમાલિક મંડળનાં કામ અંગે બંનેને વારંવાર મળવાનું અને ઉદ્યોગના પ્રશ્નોમાં પરસ્પર વિચારવિનિમય કરવાનું બનતું. બંનેની મિલો ઉત્તમ કક્ષાનું ઉત્પાદન કરતી હતી. અગ્રણી ઉદ્યોગપતિ તરીકે બંનેને દેશભરમાં ખ્યાતિ મળેલી હતી. વળી બને શાહીબાગમાં પડોશી. અંબાલાલ કસ્તૂરભાઈના કરતાં ચાર વર્ષે મોટા. એટલે કસ્તૂરભાઈ તેમને મુરબ્બી ગણે. દરરોજ સવારે કસ્તૂરભાઈ તૈયાર થઈને મિલમાં જવા નીકળે ત્યારે અંબાલાલને ત્યાં ડોકિયું કરીને જાય. ધંધાની નાનીમોટી બાબતોમાં અંબાલાલ અને કસ્તૂરભાઈ લગભગ દરરોજ વિચારવિમર્શ કરે. બંને વચ્ચે ઠીક ઠીક નિકટનો ગણાય તેવો મૈત્રીસંબંધ હતો.
બંને વચ્ચે દેખાઈ આવે એવી ભિન્નતા પણ હતી. કસ્તૂરભાઈ એકંદરે જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયને માન આપીને ચાલે. અંબાલાલ એ બધાંનો વિદ્રોહ કરે. . જ્ઞાતિના રિવાજો તેમને ગૂંગળાવનારા લાગતા. જૈન મંદિરમાં હરિજનપ્રવેશના પ્રશ્ન વખતે કસ્તૂરભાઈનું વલણ મધ્યમમાર્ગી બન્યું હતું. અંબાલાલ ખુલ્લંખુલ્લા હરિજન-ઉદ્ધારના આગ્રહી હતા. તે બાબત ગાંધીજીને તેમણે અણીને વખતે મદદ કરેલી અને હરિજનવાસમાં તેમની સાથે ભોજન પણ લીધેલું. કસ્તૂરભાઈ મર્યાદિત પ્રમાણમાં જનતાને અપનાવે. અંબાલાલ આધુનિકતાના ચુસ્ત હિમાયતી. એ જમાનામાં પત્નીને નામ દઈને બોલાવવાનો રિવાજ નહીં, ત્યારે અંબાલાલને ત્યાં ‘ડિયર’ને ‘ડાલિંગ” સંબોધનો થતાં તેમની જીવનપદ્ધતિ પર ઊંડા પાશ્ચાત્ય સંસ્કાર હતા. બાળકોના ઉછેર માટે અંગ્રેજ નર્સ રાખવામાં આવતી. આજે પ્રચલિત “પપ્પા, મમ્મી' સંબોધનનો આરંભ ગુજરાતમાં અંબાલાલના ઘેરથી થયો એમ કહેવાય છે.૩૭ કસ્તૂરભાઈ વ્યક્તિના કરતાં સમાજનું મહત્ત્વ વધુ આંકે અંબાલાલ વ્યક્તિવાદી હતા. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગૌરવ અને વ્યક્તિવિકાસના તે પુરસ્કર્તા હતા. કસ્તૂરભાઈનાં બાળકોનાં સંસ્કાર, વર્તાવને રીતભાત એકંદરે
Scanned by CamScanner