________________
૧૭૪
પરંપરા અને પ્રગતિ
સ્થાન લીધું હોય તો બીજા બોલે તે શાંતિથી સાંભળ્યા કરે. પણ જો કોઈ વિષયાંતર કરીને ચર્ચાને બીજે પાટે ચડાવવાનો પ્રયત્ન કરે તો તરત તેને રોકે, ટપારેને મુદ્દાસર વક્તવ્યનો આગ્રહ રાખે. ચર્ચાને અંતે ટૂંકમાં સમાપન કરે.
ગમે તેટલો મહત્ત્વનો પ્રશ્ન હોય, પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કસ્તૂરભાઈ જવાબ આપે નહીં. ચર્ચા ચાલતી હોય તેમાં પણ ચર્ચા કરનાર સામેથી કરભાઈનો અભિપ્રાય પૂછે તો જ બોલે. એક વાર અમદાવાદમાં અમેરિકાના એલચી આવેલા. નાગરિકોની સભાને તે સંબોધવાના હતા. રાજ્યપાલ અધ્યક્ષ હતા. હજારેક માણસો એકત્ર થયેલા. રાજદૂતનું ભાષણ પૂરું થયું. પછી અધ્યક્ષ સભામાંથી કોઈને પ્રશ્નો પૂછવા હોય તો પૂછે એમ જાહેર કર્યું. કોઈ પ્રશ્ન પૂછવા ઊભું થયું નહીં. રાજ્યપાલે કસ્તૂરભાઈને કહ્યું:
“કસ્તૂરભાઈ, તમે કેમ સવાલ પૂછતા નથી? એટલે તેમણે ઊભા થઈને પૂછયું:
“આ દેશ સ્વતંત્ર થયો તે પછી દસ-બાર વર્ષ સુધી અમેરિકા કે દુનિયાનો કોઈ દેશ ભારતમાં મૂડીરોકાણ કરીને જુદા જુદા ઉદ્યોગોમાં ભાગીદારી કરવા આગળ ન આવ્યો ને છેલ્લાં પાંચેક વર્ષથી જ આવે છે તેનું શું કારણ?”
વક્તાને ઉદ્યોગનો અનુભવ કે ખ્યાલ નહોતો એટલે જવાબ આપી શક્યા નહીં. છેવટે કસ્તૂરભાઈએ જ કહ્યું: - “અમેરિકા, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, ઇટાલી વગેરે દેશોને રફતે રફતે સમજાયું હશે કે આ દેશને સ્થિર સરકાર છે ને મોટી વસ્તી છે એટલે આપણા ઉદ્યોગને આગળ વધવાની સારી તક છે.૩૪
ઓછું બોલવાની ટેવને લીધે તેમના સ્વભાવમાં અતડાપણું આવ્યું હતું. અંગત મૈત્રી કહી શકાય તેવો સંબંધ તેઓ ભાગ્યે જ કોઈની સાથે મેળવી શક્યા હશે.
કુટુંબના સૌ સભ્યો સાંજે સાથે બેસીને જમે, જમ્યા પછી મિત્રો સાથે બે કલાક બ્રિજ રમવાનો કસ્તૂરભાઈનો કાર્યક્રમ હોય. બાળકો સાથે આનંદગમ્મત પણ ચાલે. પરંતુ જેની સમક્ષ હૃદય ખોલીને વાત કરી શકાય તેવી વ્યક્તિની ખોટ તેમને કોઈ વાર સાલી હોવી જોઈએ. વાચન-મનનની ટેવને કારણે એક પણ મિનિટ નવરા બેસવાનું ભાગ્યે જ બને છે એમ તેઓ કહેતા. છતાં સ્વભાવની મર્યાદા
Scanned by CamScanner