________________
પરંપરા અને પ્રગતિ
વખતની વણિકપ્રકૃતિ તેમનામાં જોવા મળે છે. બીજાના પૈસા સાચવવાની ચીવટ પણ એટલી જ. શૅરહોલ્ડરોનાં નાણાં પોતે ટ્રસ્ટી તરીકે સાચવે. ઉદ્યોગ માટે ૉર કાઢીને મૂડી ઊભી કરે પણ તેની પાઈએ પાઈ પાછી આપવાની ચોખ્ખી દાનત. ડિવિડન્ડ જાહેર કરવામાં પણ એક વર્ષે આપ્યું હોય તેનાથી બૌજે વર્ષે ઓછું ડિવિડન્ડ આપીએ તો આબરૂ ઘટે એવી તેમની માન્યતા. તેથી દર વર્ષે ડિવિડન્ડ વધતું જાય એ રીતે જ ગોઠવે. જે વર્ષે ડિવિડન્ડ ન અપાયું હોય કે મિલે ખોટ કરી હોય તે વર્ષે પોતે કમિશન કે મહેનતાણું ન લે એવી અમદાવાદના મિલમાલિકોમાં પ્રથા ઊભી કરવામાં કસ્તૂરભાઈનો ફાળો નોંધપાત્ર છે.
૧૯૨
જિંદગીભર નિષ્ઠાપૂર્વક સેવા આપનાર માણસોને નિવૃત્તિમાં શાંતિથી ગુજારો થઈ શકે એવું નિવૃત્તિવેતન આપવાની જોગવાઈ તેમણે તેમના ઉદ્યોગસંકુલમાં કરેલી છે. અશોક મિલ, અરવિંદ મિલ અને અતુલનાં કારખાનાં ઊભાં કરનાર એન્જિનિયર મીનોચોર બાબીકોન આજે છ્યાશી વર્ષના છે. તેમને અતુલમાં બંગલો, ગાડી અને પાંચસો રૂપિયા નિવૃત્તિવેતન આપે છે. એ જ રીતે તેમના જમણા હાથ સમા બી. કે. મજુમદારને તેમનો મોભો સચવાય તે રીતે સગવડો આપેલી છે. એ તો ઠીક, પણ નાના કારકુનને પણ નિવૃત્તિમાં કે અવસાન પછી કુટુંબના નિર્વાહમાં મદદરૂપ થાય તેવો પ્રબંધ કસ્તૂરભાઈના ઉદ્યોગગૃહમાં છે. કર્મચારીઓનાં બાળકોના અભ્યાસનું ખર્ચ પણ મિલમાંથી મળે તેવી વ્યવસ્થા છે. કર્મચારીઓને લગ્ન, મરણ ને માંદગી જેવા પ્રસંગોએ શેઠ તરફથી આર્થિક મદદ મળે એટલું જ નહીં, સારે-માઠે પ્રસંગે શેઠની હાજરી પણ હોય.
પગારની બાબતમાં શરૂઆતમાં ચીકાશ બતાવનાર શેઠ પોતાના માણસોને બીજી સગવડો આપીને તેમની સાથે આત્મીય સંબંધ બાંધી દે છે. કસ્તૂરભાઈની આ ઉદારતાએ હાથ નીચેના માણસોનો પ્રેમ જીતી આપ્યો હતો.
મિલનો નાનામાં નાનો માણસ તેમને સીધો મળી શકે. તેમની ઑફિસનાં બારણાં હમેશાં ઉઘાડાં હોય. એક વાર મિલના જૉબરે છએક મજૂરોને કામદાર યુનિયનમાં જોડાવા બદલ બરતરફ કર્યા. છએ માણસો કસ્તૂરભાઈ પાસે ધા નાખતા આવ્યા. કસ્તૂરભાઈએ જૉબરને બોલાવીને તેમને પાછા લેવાનું કહ્યું. કોઈ મુશ્કેલી ઊભી થાય તો પચાસ કે સો માણસો સાથે વ્યક્તિગત પતાવટ કરવાનું ફાવે નહીં; પણ યુનિયન સાથે તે બાબત ચર્ચા કરવી વધુ સરળ ને હિતકર થઈ
Scanned by CamScanner