________________
ઉત્તમના અભિલાષી ૧૭૫
અને અત્યંત પ્રવૃત્તિશીલ જીવનને કારણે અગાઉ નહીં લાગી હોય તેવી એક્લતાનો અનુભવ નિવૃત્તિમાં તેમને કોઈ વાર થયો તો હશે જ.
કદંબવત્સલતાનો લાલભાઈનો ગુણ કસ્તૂરભાઈમાં પણ ઊતર્યો હતો. સાદારી વખતે કાકાઓએ એક લાખ રૂપિયાની મદદ માગેલી તે તેમણે આપેલી નહીં. પરંતુ પછીથી બંને કાકાઓને દર મહિને હજાર હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. ૧૯૨૩થી ૧૯૩૬ સુધી દર વર્ષે દરેક કાકાને બાર હજાર રૂપિયા તેમણે નિભાવખર્ચ તરીકે આપ્યા હતા. તેમનાં સંતાનો માટે નવી કંપની શરૂ કરીને તેમને પગભર કર્યા છે. એ જ રીતે ત્રણે બહેનોનાં કુટુંબને પણ જુદા જદા ઉદ્યોગોમાં ભાગીદારી આપી છે. આજે લાલભાઈ ગ્રૂપના સંકુલનો વહીવટ અલગ અલગ એકમરૂપે ચાલતો હોવા છતાં લાલભાઈ પરિવારના ચૌદ નબીરાઓ નીતિના પ્રશ્નો સાથે બેસીને ચર્ચે છે ને સમાન ધોરણે ઘણું ખરું બધાં એકમોનો વહીવટ ચલાવે છે. આટલા મોટા પરિવારમાં સુમેળ અને સંવાદિતા જળવાઈ શકી છે તેના પાયામાં કસ્તૂરભાઈની ઉદાર અને વત્સલ નીતિ છે.
નિવૃત્ત થયા પછી રૂની ખરીદી સિવાય મિલના કોઈ કામમાં તેઓ સક્રિય રસ લેતા નહીં. પરંતુ કોઈ અટપટો પ્રશ્ન ઊભો થયો હોય ને સિદ્ધાર્થભાઈ, કોણિકભાઈ ને અરવિંદભાઈ ક્લાકો સુધી વિચારવિમર્શ કર્યા પછી કસ્તૂરભાઈ પાસે સલાહ માટે જાય તો તેમને મૂંઝવતા પ્રશ્નને ઉકેલ બે જ મિનિટમાં મળી જતો. તેમની બુદ્ધિ ત્વરિત વિચાર કરીને એટલી જ ત્વરિત ગતિએ નિર્ણય લઈ શકતી તે કસ્તૂરભાઈની એક મોટી વિશિષ્ટતા હતી.
સામ્યવાદ નહીં તો સામ્યવાદી સ્પર્શવાળી રાજનીતિ આ દેશમાં આવશે એવું કસ્તૂરભાઈને ઘણું વહેલું સમજાયું હતું. તે સંજોગોમાં દૃઢ મનોબળ ને ગૌરવથી જીવી શકે એવી તાલીમ પોતાના બંને પુત્રોને આપવાની વેતરણ તેમણે કરી હતી. બંને પુત્રો વ્યવસાયને ઉપયોગી થાય તેવી અલગ અલગ શાખાઓનું શિક્ષણ મેળવે એવી તેમની ઇચ્છા હતી. એ પ્રમાણે સિદ્ધાર્થભાઈએ ટેકનોલૉજી અને શ્રેણિકભાઈએ બિઝનેસ એમિનિસ્ટ્રેશનના વિષયમાં અમેરિકામાં શિક્ષણ લીધું હતું. બંને પુત્રોને માતાપિતા માટે અપાર પ્રેમ અને માન. “નરુકાકા'ને રમતગમતનો ઘણો શોખ. એટલે પરિવારના કિશોરોમાં નરુભાઈ બહુ પ્રિય થઈ પડેલા. લાલભાઈની માફક કસ્તુરભાઈ શિસ્તના આગ્રહી હોવાથી સૌના પર
Scanned by CamScanner