________________
૧૫૬ પરંપરા અને પ્રગતિ
નાનપણથી અનુભવ હતો. એટલે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને કડવાશ ઊભી ન થાય તે રીતે મિલકતની વહેંચણી કરવાનો નિશ્ચય કર્યો.
સૌપ્રથમ તમામ બાપીકી મિલકતની યાદી કરીને દરેકની સામે કિંમત અંદાજીને લખી. પછી તે યાદી બંને ભાઈઓને બતાવી. પરસ્પર સંમતિથી તેમાં જરૂરી સુધારા કર્યા. પછી તેના ત્રણ ભાગ કર્યા. સરખી કિંમત થાય તે રીતે દરેક ભાગની મિલકત ગોઠવી ને ત્રણ અલગ યાદીઓ બનાવી.
આટલું થયા પછી તેમણે મોટાભાઈને કહ્યું: “નરુભાઈ સૌથી નાના છે માટે ત્રણમાંથી પહેલી પસંદગી તેમને આપીએ.”
મોટાભાઈ સંમત થયા. નરુભાઈએ એક ભાગની યાદી ઉપાડી લીધી. પછી બીજી પસંદગી મોટાભાઈને આપી અને છેવટ રહેલો ભાગ પોતે લીધો. આમ, લાખ્ખો રૂપિયાની મિલકતની વહેંચણી કોઈને વચ્ચે રાખ્યા વગર કે કોઈ પ્રકારની કડવાશ ઊભી કર્યા વગર થઈ શકી તેનો જશ કસ્તૂરભાઈને મળ્યો. મિલકતના વિભાજન સાથે કાયમને માટે મન જુદાં થવાનો ફ્લેશકારક પ્રસંગ નિવારી શકાયો તેથી ત્રણે ભાઈઓ તથા માતાને ઘણો આનંદ થયો.
આ ઘટના પછી થોડા મહિનામાં મોહિનાબાનું કૅન્સરના વ્યાધિથી અવસાન થયું. લાલભાઈ શેઠની ઓચિંતી વિદાય પછી પુત્રોની સાથે વીસ વર્ષ લગી તેમણે ઘર અને મિલકતના વહીવટનો ભાર ઉપાડ્યો હતો. તેઓ સ્વભાવે અત્યંત સૌમ્ય અને શીળાં હતાં. શેઠાણી હરકુંવરની ઉમદા ખાનદાની તેમનામાં ઊતરી હતી. અવસાનના દિવસ સુધી ઘરનો હિસાબ તેમણે ચીવટપૂર્વક લખ્યો હતો. તેમની ચીવટ ને ચોકસાઈ કસ્તૂરભાઈને વારસામાં મળી હતી. ભર્યુંભાદર્યું કુટુંબ મૂકીને ૬૩ વર્ષની પકવ વયે તેમણે વિદાય લીધી હતી.૪ છતાં કુટુંબમાં વહેતી વાત્સલ્યની સરવાણી એકાએક લુપ્ત થઈ હોય એવો અનુભવ પરિવારનાં સૌ સભ્યોને લાંબા વખત સુધી થયાં કર્યો.
૧૯૩૪માં કસ્તૂરભાઈને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે જિનીવા લેબર કૉન્ફરન્સમાં જવાનું હતું. તે વખતે કુટુંબ સાથે ફરીથી યુરોપયાત્રા કરવાનું બન્યું. અનુક્રમે અગિયાર ને નવ વર્ષના બે પુત્રો, બહેન લીલીબહેન તથા ભત્રીજી મનોરમા આટલાંને લઈને તેઓ ઊપડયા. પ્રથમ વિયેનાના એક સ્રીરોગનિષ્ણાત પાસે શારદાબહેને સારવાર લેવાની હતી. તે સારવાર ચાલુ થયા
Scanned by CamScanner