________________
ઉત્તમના અભિલાષી ૧૬૫
પરિવારના સૌ મુખ્ય સભ્યોને બધાં એકમોમાં મૂકવા પડે તેમ હતું. એટલે કોઈ એક એકમમાં અપવાદ થઈ શકે તેમ નહોતો.
છેવટે આઈ.સી.આઈ. સાથેનો કરાર રદ થયો. આટલી મહેનત કર્યા પછી કરાર રદ કરવો પડ્યો તેથી તેમને સહેજ પણ દુ:ખ થયું નહીં. ઊલટું, આઈ. સી.આઈ.ની મદદ વિના અતુલ ઘણી પ્રગતિ કરીને દેશની એક ઉત્તમ ઔદ્યોગિક સંસ્થા તરીકે પ્રતિષ્ઠા જમાવી શક્યું તેનું તેમને ગૌરવ છે. ઈઝઅનિષ્ટની પસંદગીમાં માણસને તેનાથી ઊંચી કોઈક અદૃશ્ય શક્તિ પ્રેરતી હોય છે એમ કસ્તૂરભાઈ શ્રદ્ધાપૂર્વક માનતા.
કોઈ પણ ઉદ્યોગની સફળતાના પાયામાં નિષ્ઠા, પ્રામાણિકતા અને ખંતભરી મહેનત જરૂરનાં છે. કસ્તૂરભાઈ આ ગુણોના દૃષ્ટાંતરૂપે દિલ્હીના વિખ્યાત ઉદ્યોગપતિ સર શ્રીરામે સીવવાના સંચાનો ઉદ્યોગ કેવી રીતે ખીલવ્યો તેની વાત કરે છે. ૧૯૩૭માં તેમણે સીવવાના સંચા ઉત્પન્ન કરવાનું કારખાનું નાખ્યું ત્યારે સિંગર કંપનીનો સીવવાના સંચા પૂરા પાડવાનો ઈજારો દુનિયાના બધા જ દેશોમાં હતો. લાલા શ્રીરામે હિંમત કરીને તેનો ઉદ્યોગ શરૂ કર્યો. પહેલે વર્ષે પાંચ લાખ રૂપિયાની ખોટ આવી. બીજે વર્ષે દસ લાખની. એમ કરતાં ચૌદ વર્ષ લગી ખોટ ખાધા કરી. છતાં નાહિંમત થયા નહીં. એક મશીન ઉત્પન્ન કરતાં શરૂઆતમાં ૧૪૭ કલાક થતા હતા તેમાં સુધારો કરતાં તેત્રીસ ક્લાક સુધી લાવ્યા. ચૌદ વર્ષે “ઉષા” મશીનની પ્રતિષ્ઠા બંધાઈ અને તેમને એના ધંધામાં પાંચ લાખ, દસ લાખ, પંદર લાખ એમ વધુ ને વધુ નફો થતો ગયો.“લાલા શ્રીરામના ગયા પછી એ કંપની મુશ્કેલીમાં આવેલી, પરંતુ તે જુદી વાત થઈ. ખંત, મહેનત અને નિષ્ઠાથી ગમે તેવું મુશ્કેલ કામ આસાન બની શકે છે એવી કસ્તૂરભાઈની શ્રદ્ધા હતી. પોતે સ્થાપેલી મિલોમાં પોતાનું રોકાણ તો દસ કે વીસ ટકા જેટલું જ હોય છે, પણ તેની પાછળ પોતે ખર્ચેલ શ્રમ અને દાખવેલ નિષ્ઠાના ફળ રૂપે જ સિદ્ધિ મળે છે એમ તેમનું દૃઢ મંતવ્ય હતું.
ભારત સરકારની કરવેરા નીતિ એવી છે કે આ દેશમાં વધારે સંપત્તિવાળા બનવા કરતાં ગરીબ રહેવું વધુ હિતકર છે.” કસ્તૂરભાઈએ એક અમેરિકન મુલાકાતીને એક વાર કહેલું.
“એમ હોય તો તમે નવી નવી કંપનીઓ શા માટે સ્થાપો છો?”
Scanned by CamScanner