________________
ઉત્તમના અભિલાષી ૧૬૯
મને ઠીક ઠીક સફળતા મળી છે તેનો મને ખ્યાલ છે. પરંતુ તેને વિશે વિચાર કરવા બેઠો નથી. જે ઉદ્દેશો રાખ્યા તે પાર પડ્યા એટલે થયું એવો સંતોષ અનુભવું છું. તેથી વિશેષ કાંઈ નહીં.”
આ વાત એક રીતે સાચી છે. પોતાને અંગત રીતે મળેલી સફળતાનું માપ કાઢવા એ કદી બેઠા નથી. કદાચ ભારતીય સંસ્કૃતિકે પ્રકૃતિનું એ લક્ષણ છે. પરંતુ તેમના ઉદ્યોગસંકુલની પ્રગતિનો આંક તેમની નજર બહાર રહેતો નથી. અમદાવાદની બધી મિલોનો કુલ નફો થાય તેના પચીસ ટકા જેટલો નફો તેમના ઉદ્યોગસંકુલનો હોય છે. નવા ઉદ્યોગો માટે જેમ તેમની દૃષ્ટિ ફરતી રહે છે તેમ દર વર્ષે નવાં નવાં સામાજિક ને સાંસ્કૃતિક મહત્ત્વનાં કામો માટે દાન આપવાનો ઉત્સાહ પણ એટલો જ વધતો જાય છે. દર વર્ષે સરેરાશ બાર લાખ રૂપિયા તેમના સંકુલ તરફથી દાન અપાય છે, એમ તેમણે ૧૯૭૩માં કહેલું તે પછી તે રકમ ઉત્તરોત્તર વધતી ગઈ છે. ૧૯૭૮ અને ૧૯૭૯માં આ વાર્ષિક દાનની રકમ બાસઠ લાખ સુધી પહોંચી છે. વિવિધ રાષ્ટ્રીય હિતનાં કામોમાં પોતાનાં સમય અને શક્તિના યોગદાન ઉપરાંત ધનનું પ્રદાન કરીને પણ તેઓ સમાજ અને દેશ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યાનો સંતોષ લે છે.
“આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તો............ અમેરિકન મુલાકાતીએ પ્રશ્ન કર્યો.
“મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈ બોલ્યા. “પણ પછી શું?” “પછી શું થશે તેની મને જરાય ચિંતા નથી.” તમારું શું થશે તેવો વિચાર આવે છે ખરો?” “હું પુનર્જન્મમાં માનું છું.” “એટલે?”
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પર્યન્ત પહોંચી શકું છું. તેનો અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમે ક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.”
“તે સ્થિતિએ શી રીતે પહોંચાય?”
Scanned by CamScanner