________________
પરંપરા અને પ્રગતિ
“તે પણ અમારા ધર્મમાં બતાવ્યું છે. સત્ય બોલવું, ધનનો પરિગ્રહ ન રાખવો, હિંસા ન કરવી, વગેરે. આ સિદ્ધાંતો મને પ્રિય છે. જૈન ધર્મ જે સિદ્ધાંતો કહ્યા છે તેનાથી ઊંચા સિદ્ધાંતો બીજે ભાગ્યે જ જોવા મળશે.”
૧૭૦
“જૈન ધર્મ એટલે શું?”
“ખરું પૂછો તો જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જીવનમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહેોંચી શકાય છે.”
“જૈન ધર્મમાં ધનનો સંચય ન કરવાનું કહ્યું છે ખરું?”
“ના. તેમાં એવું કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સંપત્તિ ન રાખવી.” અપરિગ્રહનો અર્થ અલ્પ પરિગ્રહ કરીને સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો !
“તમે એનું વ્રત લીધું છે ખરી?”
“ના. પોતે મેળવેલ ધનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણ અર્થે ખર્ચવો એવો મારો નિયમ છે ખરો.”૨૭
કરકસર કસ્તૂરભાઈના સ્વભાવનું આગળપડતું લક્ષણ છે. એક પૈસાનો પણ દુર્વ્યય થાય તે તેમને ગમતું નથી. જરૂર ઊભી થાય તો લાખ્ખો રૂપિયા ખર્ચી શકાય. પણ બિન-ઉત્પાદક ને બિનજરૂરી ખર્ચ ન કરવું એવો તેમનો આગ્રહ હોય છે. તેમની મિલોમાં બીજી સમકક્ષ મિલોના કરતાં માણસોને પગાર ઓછો અપાય છે, પણ કોઈના કામમાં દખલ હોતી નથી અને લાયકાત પ્રમાણે આગળ વધવાનો અવકાશ હોય છે. એક વાર નીમ્યા પછી માણસને છૂટો ન કરવો એવી . તેમની નીતિ છે. આથી સ્થિર રહીને કામ કરવાની વૃત્તિવાળો માણસ તેમના સંકુલમાં આગળ વધી શકે છે.
લાંચરુશવત અને શોષણખોરીના તેઓ કટ્ટર વિરોધી છે. પોતાના માણસોને તેઓ કહે છે: “અણઆવડતને કારણે મને નુકસાન થશે તે સહન થશે, પણ મારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરશો તે સહન નહીં કરું.”
૨૮
નાની કે મોટી બાબતમાં કોઈ તેમને છેતરી જાય તે તેમને અસહ્ય થઈ પડે છે. કોઈએ એક કિલો ગ્રામ દ્રાક્ષ ભેટ મોકલી હોય પણ ઘેર જોખતાં સો ગ્રામ ઓછી નીકળે તો સામા માણસને પત્ર લખે કે તમે દ્રાક્ષની ખરીદીમાં છેતરાઈ
Scanned by CamScanner