________________
૧૮૯
પરંપરા અને પ્રગતિ
ન “રાષ્ટ્રના ઉદ્યોગના વિકાસ માટે રાષ્ટ્રીય સંપત્તિ વધારવા માટે. આજે અમે બારથી પંદર કંપનીઓ ચલાવીએ છીએ અને બધી સારી ચાલે છે. છતાં નવી કંપની કાઢીએ છીએ તે સંપત્તિનો ઢગલો કરવા માટે નથી. આ દેશનો કરવેરા ધારો અમને એમ કરવા દે તેમ નથી. પરંતુ દેશની સંપત્તિમાં તેનાથી જરૂર વધારો થાય છે. અતુલનો જ દાખલો લો. તેમાં એક લાખ વૃક્ષો વાવ્યાં છે. કદાચ દેશમાં કોઈ એક ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી વૃક્ષરાજિ ઊભી થઈ નહીં હોય. દર અઠવાડિયે કારીગરો અને કામદારોને મનોરંજન પૂરું પાડતું તેનું વિશાળ ઓપન એર થિયેટર જુઓ કે દર પખવાડિયે પ્રત્યેક કામદારના સ્વાધ્યની તપાસ કરનાર નિષ્ણાત ડૉક્ટરની સુવિધાવાળું આરોગ્યકેન્દ્ર જુઓ કે વિવિધ ડિઝાઈનના એક હજાર જેટલા નિવાસો છે તે જુઓ.
આ બધું જોતાં તમને લાગશે કે સંપત્તિ એકત્ર કરવા કરતાં કંઈક ઊંચો રાષ્ટ્રીય હિતનો ઉદ્દેશ અહીં કામ કરે છે.”
આમ, ભારત સરકારની કરવેરાની નીતિ પ્રત્યે રોષ હોવા છતાં રાષ્ટ્રભક્તિ ને સાહસિકતા તેમને દેશના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવે તેવાં નવાં. સાહસો કરવા પ્રેરે છે. આઝાદી આવ્યા પછી વેપારઉદ્યોગને થયેલા ફાયદાની તેઓ કદર કરે છે. પહેલાં કોઈ માલ બહારથી આયાત કરવો હોય તો બ્રિટનની સામે જ નજર કરવી પડતી; હવે જરૂરી માલની ઉત્તમ જાત ખરીદવા માટે આખા જગતનું બજાર ખુલ્લું થયું છે; વિદેશી ઉદ્યોગગૃહોના સહકારમાં કામ કરવાની તક ખુલ્લી થઈ છે; એટલું જ નહીં, વિદેશીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધામાં ઊતરી શકે તેવી બૌદ્ધિક કુશળતા દેખાડવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા છે: એમ સ્વાતંત્ર્યપ્રાપ્તિના અનેક ફાયદાનું તેઓ પૃથક્કરણ કરી બતાવે છે. બેન્કના રાષ્ટ્રીયકરણથી સાધનહીન ખેડૂતો અને નાના ઉદ્યોગ શરૂ કરનારાને ધિરાણની
સગવડ થઈ તે, બીજા ગેરફાયદાની સામે, દેશને માટે મોટા ફાયદારૂપ છે એમ * તેઓ પ્રામાણિકપણે માને છે. વેપાર, ઉદ્યોગ અને સમગ્ર અર્થકારણમાં નવી દૃષ્ટિ અને નવો અભિગમ આઝાદી પછી જ ખીલતાં થયાં છે એમ તેમણે અનેક પ્રસંગે કહ્યું છે.૨૧
વિદેશી ઉદ્યોગગૃહ સાથે સહકારમાં કામ કરવું હોય તો તમે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો?”—એક વાર એક સંવાદદાતાએ તેમને પૂછયું.
Scanned by CamScanner