________________
૧૬૦
પરંપરા અને પ્રગતિ
કરવાનું નક્કી કર્યું. ડૉ. મોતીભાઈ પટેલના દવાખાનામાં દાખલ ક્યાં. ડો. પટેલે ઑપરેશન કર્યું. અગાઉનાં ઓપરેશનોને કારણે આંતરડામાં અમુક પદાર્થોના ગાંઠા જામી ગયા હતા એમ ડૉક્ટરે કહ્યું. ઑપરેશનને લીધે પુષ્કળ લોહી વહી ગયું હતું તેને પરિણામે મંગળવાર, તા. ૧૪મી ફેબ્રુઆરીની સવારે તેમનું અવસાન થયું. ૧૦
કસ્તૂરભાઈના માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું.જિંદગીમાં આજ સુધી આવો આક્રો ઘા સહન કરવાનો આવ્યો ન હતો. પાંત્રીસ વર્ષના સહવાસે જીવન જે ભર્યુંભર્યું બન્યું હતું તે એક જ વ્યક્તિના જતાં જાણે લુખ્ખું વેરાન બની ગયું. સંયમી અને દૃઢ મનોબળવાળા કસ્તૂરભાઈ પત્નીના વિયોગની કલ્પનામાત્રથી ધ્રૂજી ઊઠયા. પ્રવૃત્તિમય જીવનમાં પરોક્ષ રહીને રસ પૂરનાર પત્નીના મૃત્યુનો ઘા લાંબા વખત સુધી રુઝાયો નહીં. - સાઈનેમાઈડ કંપનીના પ્રતિનિધિઓ ન્યૂયોર્કથી આવેલા. તેમણે હોટેલમાં ભોજન-સમારંભ ગોઠવેલો. શારદાબહેનના અવસાનને એકાદ-બે માસ થયેલા. કસ્તૂરભાઈ આવા સમારંભોમાં હાજરી આપતા ન હતા. પરંતુ પરદેશી મહેમાનો પ્રત્યે અવિવેક ન થાય તે માટે એમાં હાજરી આપવા ગયેલા. તે વખતે હૃદયમાં પત્નીના સ્મરણથી એવો ડૂમો ભરાઈ આવ્યો કે બધાની વચ્ચે ખુલ્લેખુલ્લું રડી પડાયું હતું.૧૧
આ દુઃખના દિવસોમાં ધર્મના ગ્રંથોની સાથે કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાના “સ્મરણસંહિતા' કાવ્યના વાચનથી તેમને આશ્વાસન મળતું હતું.૧૨ છેલ્લાં ત્રીસ વર્ષથી કસ્તૂરભાઈ દીવાળી અમદાવાદમાં રહીને ઊજવતા નહીં પણ પંદરેક દિવસ કોઈ તીર્થસ્થાન કે એકાન્ત સ્થળમાં જઈને આત્મચિંતન કરતા.
- ૧૯૪૮ની શરૂઆતમાં અમદાવાદ ખાતે બી. એલ. વૈશ્ય કરીને ઇન્કમટેકસ કમિશનર હતા. તેમણે અંબાલાલ સારાભાઈ પર કાળાં બજાર અને એવી બીજી ગેરરીતિઓ કરવાનો આક્ષેપ કરતી નોટિસ મોકલી ને ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો. એ વખતે મુખમ્ ચેટ્ટી નાણામંત્રી હતા. કસ્તૂરભાઈને તેમની સાથે સારો સંબંધ હતો. તેમણે ચેટ્ટીને મળીને કહ્યું કે અંબાલાલ સારાભાઈ જેવા ચોખ્ખા ને પ્રામાણિક સજજન પર ઇન્કમટેક્સ અધિકારી આવો અઘટિત આરોપ મૂકે અને તેમના પ્રત્યે તોછડું વર્તન બતાવે તે ઘણું ખરાબ કહેવાય.
Scanned by CamScanner