________________
ઉત્તમના અભિલાષી ૧૫૯
લીધી નહીં. સલામ કરીને વિદાય થઈ. પછી હોટેલમાં પેઠા. હોટેલ એટલી વિશાળ હતી કે ક્યાં જવું ને કોને પૂછવું તેની સમજ પડી નહીં. મૂંઝાઈને ઊભા રહ્યા. પછી એક પોર્ટરને પૂછયું:
“મારે બસ્ટન જવું છે.”
“નજીકમાં જ સ્ટેશન છે, રેલવેમાં જાઓ.”ટેકસી કરીને કસ્તુરભાઈ અને શારદાબહેન નજીકના સ્ટેશને પહોંચ્યાં. તેમને ટ્રેનની પ્રથમ વર્ગની ટિકિટ મળી નહીં, નીચલા વર્ગની ટિકિટ લીધી. પોર્ટરે પ્લેટફોર્મ પર મળવાનું કહેલું તે પ્રમાણે મળ્યો. ફરી પાછી મુશ્કેલી થઈ. સિદ્ધાર્થ-શ્રેણિકને સંદેશો મોકલવાનો હતો. બાજુમાં ઊભેલા સજજનને પૂછયું:
“મારે તાર કરવો છે.”
પેલાએ કહ્યું: “ફિર નહીં. વેસ્ટર્ન યુનિયનનો માણસ આવશે તેને સંદેશો લખી આપજો.”
કસ્તુરભાઈએ કાગળ પર સંદેશો લખી આપ્યો કે અમે અમુક ટ્રેનમાં - આવીએ છીએ. સાથે એક ડૉલરની નોટ આપી..
પેલાએ કહ્યું: “તતાળીસ સેન્ટ થશે.” સત્તાવન સેન્ટ પાછા આપ્યા, પણ લીધેલા પૈસાની પહોંચ આપી નહોતી તેનું ત્રીસ વર્ષ પછી પણ આ પ્રસંગ વર્ણવતી વખતે કસ્તૂરભાઈને વિસ્મરણ થયું નહોતું.
બોસ્ટન સ્ટેશને ઊતર્યા. પ્લેટફોર્મ પર કોઈ દેખાયું નહીં. લિફટમાં ઉપર પહોંચ્યાં. ત્યાં તો “પપ્પા, પપ્પા” એવો અવાજ સાંભળ્યો. બંને પુત્રો મળ્યા. પુત્રોનું મિલન થતાં માતાના હરખનો પાર ન હતો. આનંદવાર્તા કરતાં કરતાં બોસ્ટન હોટેલ પર પહોંચ્યાં. પુત્રો સાથે એક દિવસ ગાળીને પતિ પત્ની ન્યૂયોર્ક પાછાં આવ્યાં ને સાઈનેમાઈડ કંપની સાથે વાટાઘાટો ચલાવી, જેનો નિર્દેશ અગાઉ આવી ગયો છે.
નવમી ફેબ્રુઆરી, ૧૯૫૦નો દિવસ. શારદાબહેન એકાએક બીમાર થઈ ગયાં. કસ્તૂરભાઈ મુંબઈ હતા. ત્યાંથી કંડલા બંદર સમિતિની સભામાં હાજરી આપવા ભૂજ જવાના હતા. ત્યાં શારદાબહેનની માંદગી અંગે નરોત્તમભાઈને ફોન આવ્યો એટલે અમદાવાદ આવ્યા. પેટમાં સખત દુ:ખાવો થતો હતો. દાક્તરો નિદાન કરી શકતા ન હતા. શુક્રવાર, તા. ૧૦મીએ બપોર પછી ઑપરેશન
Scanned by CamScanner