________________
૧૫૮
પરંપરા અને પ્રગતિ
એન્જિનિયરિંગમાં એમ.એસ. થયા હતા.
એમને ભણવા મોકલતી વખતે યુદ્ધ ચાલતું હતું એટલે અમેરિકા મોક્લવાની મુશ્કેલી હતી. તેમણે ઘનશ્યામદાસ બિરલાને વાત કરી કે બંને પુત્રોને અમેરિકા વધુ અભ્યાસ માટે મોક્લવા છે. બિરલાજી હસ્યા ને કહે:
“આપણે ઉદ્યોગપતિઓને છોકરાને પરદેશમાં ભણાવવાની શી જરૂર? આપણી ગાદી પર જ એ બેસવાના છે ને?”
કસ્તૂરભાઈ તેમની સાથે સંમત થયા નહીં. તેમણે કહ્યું: “યોગ્ય તાલીમ અને શિક્ષણ વગર ધંધા પર ધ્યાન શી રીતે આપશે? જમાનો એવો આવે છે કે દરેકે પોતાની લાયકાત અને શક્તિને આધારે જ જીવવું પડશે.”
બ્રજમોહન બિરલાએ સિદ્ધાર્થ અને શ્રેણિકને અમેરિકા મોક્લવાનો પ્રબંધ કરી આપ્યો. હિંદુસ્તાન મોટર્સના તાલીમાર્થીઓ તરીકે તેમને બિરલા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા. ૧૯૪૪ના ઑકટોબરમાં લશ્કરી વિમાનમાં તેમને અમેરિકા મોકલવાની ખાનગી ગોઠવણ થઈ. પણ પછી આ વાત બહાર પડી ગઈ. દિલ્હીની વડી ધારાસભામાં તેને અંગે પ્રશ્નો પણ પુછાયા હતા.9
પુત્રો વિદાય થયા પછી માતાને તેમની ચિંતા થઈ. લડાઈનો વખત છે તે સહીસલામત પહોંચશે કે નહીં તેની તેમના મનમાં અવઢવ થતી હતી. બંને દીકરાને એક જ વિમાનમાં એકસાથે મોકલ્યા તે ખોટું કર્યું એમ શારદાબહેને કહ્યું ત્યારે કસ્તૂરભાઈને પણ ઘડીભર લાગ્યું કે આટલું મોટું જોખમ ન ખેડયું હોત તો સારું થાત. દરરોજ નિશ્ચિતપણે સૂનાર કસ્તૂરભાઈને તે રાત્રે ઊંઘ ન આવી. •
લડાઈના દિવસો હોવાથી બંને ભાઈઓને બોસ્ટન પહોંચતાં પણ ઠીક ઠીક વિલંબ થયો. સહીસલામત પહોંચ્યાનો તાર મળ્યો તે પછી જ માતાપિતાના જીવ હેઠા બેઠા.
બે વર્ષ બાદ (૧૯૪૬) સાઇનેમાઇડ કંપની સાથે વાટાઘાટ કરવા કસ્તૂરભાઈને અમેરિકા જવાનું થયું. તે વખતે શારદાબહેન પણ સાથે હતાં. આ તેમની અમેરિકાની પહેલી મુસાફરી હતી. લડાઈનો વખત હતો એટલે ન્યૂયોર્કના એરપોર્ટ પર ટેકસી મળતી ન હતી. એક લશ્કરી અમલદારને વિનંતી કરતાં તેણે તેમને ટેકસી મેળવી આપી. વૉલ્ટર ઍસ્ટોરિયા હોટેલ પર પહોંચ્યા. ટેકસી ચલાવનાર પચીસ-ત્રીસ વર્ષની યુવતી હતી. કસ્તૂરભાઈએ બક્ષિસ આપવા માંડી પણ તેણે
Scanned by CamScanner