________________
ઉત્તમના અભિલાષી ૧૬૧
યમુખ ચેટ્ટીએ તે અધિકારીને સસ્પેન્ડ ક્ય. પણ તેમના એ પગલા સામે મુલકી ખાતાએ વિરોધ કરતાં વૈશ્યને ફરી નોકરીમાં લેવા પડ્યા.
તેનું પરિણામ એ આવ્યું કે તે અધિકારીએ કસ્તૂરભાઈ અને તેમના વહીવટ નીચેની પેઢીઓ પર પણ અપ્રામાણિક વ્યવહારનો આરોપ મૂક્યો. પરમખમ જાણતા હતા કે આ ખોટો આક્ષેપ હતો એટલે તેમણે યાદીમાંથી કસ્તૂરભાઈ સહિત પાંચેક ઉદ્યોગપતિઓ તથા તેમની પેઢીઓનાં નામ દૂર કર્યા. આ વાતની બીજા મંત્રીઓને ખબર પડતાં ઊહાપોહ થયો. સૌએ માન્યું કે નાણામંત્રીએ કસ્તૂરભાઈ પ્રત્યે પક્ષપાત દર્શાવ્યો છે. આને કારણે પણમુખમ્ ચેટ્ટીને રાજીનામું આપવાની ફરજ પડી.
કસ્તૂરભાઈ, તેમના ભાઈઓ તથા તેમની પેઢીઓ સામે તપાસ શરૂ થઈ. તે લગભગ દસ વર્ષ ચાલી. સરકારી તપાસમાં શંકાસ્પદ વ્યવહાર ગણાય તેવી
એક પણ બાબત શોધી શકાઈ નહીં. તેમના બંગલામાં વાવેલ શાકભાજી વેચાયાનો હિસાબ પણ ચોપડામાં ચોખ્ખો દર્શાવેલો હતો. આખરે તપાસ પડતી મૂકવી પડી. દસ વર્ષ લગી તેમને અને તેમની પેઢીઓને બિનજરૂરી હેરાનગતિ પહોંચી, પણ તેને માટે સરકારની પાસે દિલગીરીનો એક શબ્દ પણ નહોતો એવી કસ્તૂરભાઈની ફરિયાદ છે.૧૩
તમામ પ્રકારના વ્યવહાર અને હિસાબમાં તેમણે પ્રામાણિકતાનો આગ્રહ હમેશાં રાખેલો છે. મળાં બજાર કે લાંચરુશવતનો આશ્રય ગમે તેવા કપરા સંજોગો હોય તોપણ ન લેવો એ તેમનો નિયમ હતો. અતુલ માટે અમુક કાચા માલની જરૂર હતી. તે માલ અમુક રકમ ગેરકાયદેસર ખર્યા વગર મળે તેમ ન હતો. તેમણે એને માટે અતુલનાં અમુક ખાતાં કેટલોક સમય બંધ રહેવા દીધાં, પણ ગેરરીતિનો આશ્રય લીધો નહીં.' દસ વર્ષ સુધી ઈન્કમટેકસ ખાતા તરફથી તપાસ ચાલી તોપણ તેમના પેટનું પાણી હાલ્યું નહીં. એટલું જ નહીં, એ દરમ્યાન સરકાર તરફથી વિવિધ સમિતિઓમાં કામ કરવાનું આવ્યું તે પણ સ્વીકાર્યું. તેનું એક કારણ એ કે પોતાનો વ્યવહાર ને હિસાબ ચોખ્ખો છે એવો તેમને દૃઢ આત્મવિશ્વાસ હતો.
જાહેર હિતના કામમાં સ્વાર્થ સાધવાની ચેષ્ટા તેમણે કદી કરી નથી. ભારત સરકાર તરફથી રૂની ખરીદી માટે ઇજિસ ગયા ત્યારે તેમને અંબાલાલ સારાભાઈએ
Scanned by CamScanner