________________
ઉત્તમના અભિલાષી
૧૯૨૮ના અરસાની વાત છે. કસ્તૂરભાઈનાં સાસુ લીલીબહેનને ક્ષય થયેલો. હવાફેર માટે નાસિક રાખ્યાં હતાં. તેમની સાથે શારદાબહેન ગયાં હતાં. કસ્તૂરભાઈ કામપ્રસંગે મુંબઈ ગયેલા. ત્યાંથી નાસિક જવાનો વિચાર કર્યો. તેમના સાળા સુરુભાઈ સાથે મુંબઈથી સાંજની ગાડીમાં નીકળ્યા. રાત્રો નાસિક સ્ટેશને ઊતર્યા. ત્યાંથી ગામમાં જવા માટે ભાડાની ટેસી કરી. રસ્તે બિલકુલ અંધારું હતું અને ટેસીની બત્તી ઘણી ઝાંખી હતી. સામેથી મોટરસાઇકલ આવતી હતી. તેના પર એક પુરુષ, સ્ત્રી અને બાળક બેઠેલાં. ટેકસી તેની સાથે અથડાઈને ઊંધી વળી ગઈ. કસ્તૂરભાઈ અને સુરુભાઈ હૂડ નીચે આવી ગયા. સદ્ભાગ્યે સામાન્ય ઈજાથી વિશેષ નુકસાન ન થયું, પણ મોટરસાઇકલ પરનાં ત્રણે વીસ ફૂટ દૂર ફેંકાઈ ગયાં હતાં. કસ્તૂરભાઈ ઉતાવળમાં હતા. બીજી ટેસી કરીને લીલીબહેનની તબિયત જોઈને તે જ રારો મુંબઈ પાછા ફર્યા. તેમનાં સાસુને એકાદ મહિના પછી મુંબઈ લાવ્યા અને ત્યાં જ તેમનું અવસાન થયું.
એ વર્ષના ઉનાળામાં કસ્તૂરભાઈએ સહકુટુંબ યુરોપયાત્રા કરી હતી. બે બહેનો-ડાહીબહેન અને લીલીબહેન–અને પત્ની શારદાબહેન સાથે હતાં. ચુસ્ત શાકાહારી હોવાને લીધે સાથે રસોઈયો પણ લીધેલો. પી. ઍન્ડ ઓ. સ્ટીમરમાં નીકળ્યા. ડેક ઉપર નૃત્યનો કાર્યક્રમ ચાલે. તે જોવા સૌ ખુલ્લામાં ડેક પર બેસતાં. તેને લીધે શારદાબહેનને શરદી લાગી ગઈ. પૅરીસ પહોંચતાં તો સખત તાવ
Scanned by CamScanner