________________
૧૩૨
પરંપરા અને પ્રગતિ
હતી. આ બાબતનો ચાળીસ વર્ષનો કરાર ૧૮૮૬માં કરેલો તે ૧૯૨૬માં પૂરો થતાં નવેસર કરવાનો હતો. પાલિતાણા રાજ્ય હવે તે માટે દસગણી રકમ માગનું હતું. શ્રીસંઘે તે અંગે મુંબઈ સરકારને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. સરકારના પ્રતિનિધિ વૅટસને જૈન સંઘ પાલિતાણાના ઠાકોરને દસ વર્ષ સુધી એક લાખ રૂપિયા આપે અને પછી યાત્રાળુ દીઠ બે રૂપિયા આપે એવો ફેંસલો આપ્યો. જૈન સમાજે તેને અન્યાયી ફેંસલો ગણીને ફગાવી દીધો.
- નવા પ્રમુખ કસ્તૂરભાઈએ ગાંધીજીના સંસર્ગથી અહિંસક પ્રતિકારનો ચમત્કાર જોયો હતો. એટલે તેમણે તે રસ્તો અપનાવવાનું વિચાર્યું. શત્રુંજયની યાત્રાએ કોઈએ જવું નહીં એવો આદેશ પેઢી તરફથી તેમણે બહાર પાડ્યો. એક વર્ષથી વધુ સમય સુધી જૈન સમાજે આ આકરી શિક્ષા સ્વેચ્છાએ વહોરીને પાલિતાણાના ઠાકોર સામે અસહકારનું શસ્ત્ર-વાપર્યું. કસ્તૂરભાઈનાં પિતામહી ગંગામાએ વર્ષમાં બે વાર શત્રુંજયની યાત્રાએ જઈને દરેક વખતે રૂપિયા પાંચસો તીર્થમાં આપવાનો નિયમ કરેલો. તેમણે પણ આ વર્ષ દરમ્યાન યાત્રા ન કરી. (જોકે બે વખત રૂપિયા પાંચસો તો મોક્લી આપેલા.) છેવટે વાઇસરોય લોર્ડ રીડીંગ વચ્ચે પડયા. તેમણે રૂપિયા સાઠ હજારનું વર્ષાસન નક્કી કરાવી આપ્યું. તે રકમ નિયમિત ભરી શકાય તે માટે કસ્તૂરભાઈએ રૂપિયા આઠ લાખનું ભંડોળ એકત્ર કરાવ્યું હતું.
સ્વરાજ આવ્યા પછી દેશી રાજ્યોનું વિલીનીકરણ થવાનું હતું. તે વખતે પાલિતાણા દરબારે પેઢીના પ્રમુખ તથા ટ્રસ્ટીઓને બોલાવ્યા ને કહ્યું: “જો તમે ઊચક રકમ આપો તો વાર્ષિક કરનો કરાર કર્યો છે તે રદ કરું.” કસ્તૂરભાઈએ ના પાડી.
પછી સૌરાષ્ટ્રનું એકમ રચાયું ત્યારે મુખ્ય મંત્રી શ્રી ઢેબરભાઈએ કસ્તૂરભાઈને બોલાવીને કહ્યું: “અમે પાલિતાણાનો યાત્રાળુકર લેવાના નથી.” કસ્તૂરભાઈએ જૈન સંઘ વતી તેમનો આભાર માન્યો. - ૧૯૪૯માં હરિજનના મંદિર પ્રવેશનો પ્રશ્ન ઊભો થયો. આ બાબત જૈન સંઘ મૂંઝવણમાં હતો. ગાંધીજી અને સરદારના સંપર્કથી કસ્તુરભાઈ તે અંગે ઉદાર મત ધરાવતા થયા હતા. તેમણે જૈન મંદિરોમાં હરિજનપ્રવેશ સામે વાંધો લીધો નહીં, પરંતુ તે વાત સાધુવર્ગ અને શ્રાવકોને ગળે ઊતરે તેવી ન હતી.
Scanned by CamScanner