________________
પ્રાચીન તી અને આધુનિક સંસ્થાઓ ૧૫૧
હિંદી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ-તત્વજ્ઞાન, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, ભાષા છે. વિવિધ વિષયોનાં સોથી સાતસો વર્ષ જૂનાં પુસ્તકોની એ હસ્તપ્રતો છે. તેમાંથી દસ હજાર જેટલી પ્રતોની યાદી કેન્દ્ર સરકારની આર્થિક સહાયથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી પચાસેક સંશોધનગ્રંથો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ૨,૦૦૦ કીમતી હસ્તપ્રતોની માઈક્રોફિલ્મ ઉતારી છે.૩૩
સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંગ્રહેલી છે. સુંદર ચિત્રો, શિલ્પો, વસ્ત્રો, આભૂષણો, ગૃહશોભાની વસ્તુઓ, પોથીઓ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો મળીને આશરે ચારસો નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે. તેની મુલાકાત લેનાર હરકોઈને તેમાં પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક જોવા મળે છે.
સંસ્થામાં મૂકેલી સામગ્રીની મદદથી અને અધ્યાપકોના માર્ગદર્શનથી પીએચ.ડી.ની પદવી માટેનું સંશોધનાર્ય વિદ્યાર્થીઓ ચલાવે છે. તેને માટે ગુજરાત યુનિવર્સિટીની માન્યતા સંસ્થાને મળેલી છે. આરંભકાળથી જ ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્વાન નિયામક તરીકે પ્રાપ્ત થયા તે ઉત્તમ સુયોગ ગણાય. નિવૃત્ત થયા પછી પણ ડો. માલવણિયા પોતાનો કીમતી સમય આપીને સંસ્થામાં ચાલતા સંશોધનકાર્યને સહાય કરી રહ્યા છે. નાનકડા પણ સન્નિષ્ઠ અધ્યાપકવૃંદે સંસ્થાને સ્વાધ્યાય અને સંશોધનથી ગુંજતા વિદ્યાકેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત કરેલી છે.
મકાનના સાડાછ લાખ સહિત રૂપિયા બાવીસ લાખનો કુલ ખર્ચ આ સંસ્થાની સ્થાપનામાં થયેલો છે. તે કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનોએ જ ઉપાડેલ છે. નિભાવખર્ચ મોહિનાબા ટ્રસ્ટ તરફથી મળે છે. સંશોધનની મેઈ ખાસ યોજના માટે ભારત સરકાર તરફથી અનુદાન મળે તે સિવાય બહારથી બીજી કોઈ મદદ સંસ્થાને મળતી નથી. જૂની હસ્તપ્રતોને પુરાવસ્તુઓને સુરક્ષિત રાખીને તેના સંશોધનની વ્યવસ્થા કરવાની કસ્તૂરભાઈની ભાવના આ સંસ્થા દ્વારા ઉત્તમ સ્વરૂપમાં સિદ્ધ થઈ રહી છે.
છેલ્લે પ્રેમાભાઈ હોલની વાત કરીએ. જૂનો પ્રેમાભાઈ હૉલ અમદાવાદની
Scanned by CamScanner