________________
૧૪૮
પરંપરા અને પ્રગતિ ,
રવિ મથાઈએ સ્વેચ્છાએ નિયામકપદેથી રાજીનામું આપ્યું ત્યારે કસ્તૂરભાઈએ તેમને ‘મૂર્ખાઈભરી' રીતે વર્તવા બદલ ઠપકો આપ્યો હતો.૨૦
આઈ. આઈ. એમ.ની રાષ્ટ્રીય પ્રતિભા અને તેના શિક્ષણનું ઊંચું ધોરણ જાળવી રાખવામાં સંસ્થાના અધ્યક્ષ અને અધ્યાપકોને કસ્તૂરભાઈનો સંપૂર્ણ ટેકો હતો, એટલું જ નહીં, અનેક પ્રસંગોએ કસ્તૂરભાઈએ તેમનો પક્ષ લઈને કોઈ પણ પ્રકારની વગ કે દબાણનો પ્રવેશ ન થવા પામે તે માટે તકેદારીભર્યું વલણ લીધું હતું. ગવનિંગ કાઉન્સિલની બધી સભાઓમાં તેઓ અવશ્ય હાજરી આપતા અને ઘણી વાર તો તેનું પ્રમુખપદ પણ લેતા. તે વખતે સભ્યોનાં વક્તવ્ય ધીરજથી સાંભળીને છેવટે પોતાનું વક્તવ્ય તેઓ અતિ સંક્ષેપમાં રજૂ કરતા. આવી સભાઓમાં શિક્ષકો ઘણો વખત લેતા. આથી સભા પૂરી થયા પછી તેઓ રવિ મથાઈને હળવી ફરિયાદ કરતા કે “શિક્ષકો બહુ બોલે છે. ૧૯૭૫માં આઈ. આઈ. એમ.ની ગવનિંગ કાઉન્સિલના સભ્યપદેથી નિવૃત્ત થયા ત્યારે કાઉન્સિલે કસ્તુરભાઈએ સંસ્થાની સ્થાપના અને પ્રગતિમાં આપેલા મૂલ્યવાન ફાળાની કદર કરીને તેમની પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતો લાંબો ઠરાવ પસાર કર્યો હતો.૨૮ તેઓ નિવૃત્ત થયા તે પછી પણ સંસ્થાના કાર્યકરો મહત્ત્વના પ્રશ્નોમાં સલાહસૂચન મેળવવા તેમની પાસે દોડી જતા.
જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર થયો તેમ જ અટીરા, પી. આર. એલ., આઈ. આઈ. એમ. અને વેપારી મહામંડળ જેવી સંસ્થાઓનાં મકાનો બંધાયાં તે પ્રસંગોએ કસ્તૂરભાઈએ ઉત્તમ કોટિના સ્થપતિની સૂઝ બતાવીને ઇમારતોની ડિઝાઇન તૈયાર કરાવી હતી. તેમને અમદાવાદમાં એક સ્થાપત્ય-કળાના શિક્ષણ માટેની સંસ્થાની જરૂર લાગતી હતી. ૧૯૫૫માં મિલમાલિક મંડળનું મકાન બંધાતું હતું તે નિમિત્તે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સ્થપતિ બાલકૃષ્ણ દોશીના સંપર્કમાં આવવાનું થયું. કૉન્ઝર ને લુઈ કાન જેવા જગપ્રસિદ્ધ સ્થપતિઓ સાથે કામ કરનાર દોશીના સ્થાપત્યકળા અંગેના અભિનવ વિચારો ને ખ્યાલોથી તેઓ પ્રભાવિત થયા. ડૉ. વિક્રમ સારાભાઈ બંનેને વધુ નિકટ લાવવામાં નિમિત્ત બન્યા હતા. અમદાવાદમાં પર્યાવરણીય આયોજન ને તંત્ર’ (એન્વાયરમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેકનોલૉજી)ના શિક્ષણ માટે પ્રબંધ કરવાની જરૂરિયાત તેમને ત્રણેને લાગી હતી.
Scanned by CamScanner