________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૭
પણ ઠીક ઠીક આકર્ષણ જમાવ્યું છે. તાજેતરમાં દાખલ કરેલ સંશોધન-કાર્યક્રમ વ્યવસ્થાપન તાલીમને ઓર આગળ ધપાવી રહ્યો છે. મોટી વાત તો એ છે કે સંસ્થાને શિક્ષણ, સંશોધન અને નિષ્ણાત-સલાહ માટે ખ્યાતનામ અધ્યાપકો મળ્યા છે. આ વિષયમાં દેશભરમાં પ્રથમ પંક્તિનું ગણાય તેવું સમૃદ્ધ ગ્રંથાલય અને સમગ્ર એશિયામાં અજોડ ગણાય તેવું કોમ્યુટર સેન્ટર મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. પહેલાં દસ વર્ષમાં આઈ. આઈ. એમ.એ દ૨ તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા. જેનો ૨,૧૬૭ સંસ્થાઓ અને ૩,૫૦૭ વ્યક્તિઓએ લાભ લીધો હતો, ૭૧ જેટલી સંશોધન-યોજનાઓ પાર પાડી હતી અને ૬૧ નિષ્ણાત સલાહ કાર્યક્રમો હાથ ધર્યા હતા. આ કાર્યક્રમોમાં ઉદ્યોગગૃહો તરફથી રૂ. ૮૦૦થી ૧,૦૦૦ના માસિક વેતન સાથે હજારેક ગ્રેજ્યુએટોને તાલીમ માટે મોકલવામાં આવેલ. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે પહેલે વર્ષે ૭૪૭ અરજીઓ આવેલી. તેની સંખ્યા વધીને હવે લગભગ ૫,૦૦૦ જેટલી થઈ છે. પ્રથમ વર્ષે ૫૮ને પ્રવેશ આપેલો તે આંક હવે વધીને ૧૨૧ થયેલ છે.૨૬ આ પરથી સંસ્થાની સફળતા, ઉપયોગિતા અને લોકપ્રિયતાનો સ્પષ્ટ અંદાજ બંધાય તેમ છે.
કસ્તૂરભાઈ આ સંસ્થાની ગવનિંગ કાઉન્સિલના સભ્ય હતા. તેમને અધ્યક્ષપદ લેવા આગ્રહ થયો. પણ તેમણે તે લેવાની ના પાડી. સભ્યપદે રહીને તેમણે સંસ્થાનાં તમામ કાર્યોમાં કીમતી સલાહ અને સહાય આપ્યા કરી. સંસ્થાના મકાનની ડિઝાઇન વિખ્યાત સ્થપતિ પ્રો. લુઈ કાહને કરી હતી. બિલ્ડિંગ કમિટીના ચૅરમેન કસ્તૂરભાઈએ પોતાની આગવી સૂઝથી તેમાં અનેક સુધારા સૂચવેલા અને તે લુઈ કાને ખુશીથી માન્ય રાખેલા; કેમ કે તે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ’ ગણતા હતા.
સંસ્થાના પ્રથમ નિયામક ડૉ. રવિ મથાઈ સાથે કસ્તૂરભાઈને ગાઢ સંબંધ હતો. રવિ મથાઈના પિતા ડો. જહોન મથાઈ કસ્તૂરભાઈના મિત્ર હતા તે નાતાથી પણ રવિ મથાઈ તેમને વડીલ તરીકે માન આપતા. આઈ. આઈ. એમ. માટે ભંડોળ એકત્ર કરવામાં કસ્તૂરભાઈએ ઘણી મદદ કરેલી છે. ઉપરાંત સંસ્થાના વહીવટી પ્રશ્નોમાં તેઓ વ્યવહારુ અને સીધા ઉકેલ સૂચવતા તેનો રવિ મથાઈ હોંશે હોંશે સ્વીકાર કરતા. બંને વચ્ચે નિખાલસ વિચારવિનિમય થયા કરતો.
Scanned by CamScanner