________________
૧૪૨
પરંપરા અને પ્રગતિ
બેચરદાસ દોશી અને પ્રો. આથવલે જેવી ખ્યાતનામ પ્રતિભાઓ પ્રાપ્ત થઈ શકી હતી. વર્ષો જતાં આ ધોરણ ઊતરતું ગયું છે. આ પરિસ્થિતિના ખુલાસારૂપે કસ્તુરભાઈ કહે છે કે દાક્તરો, વકીલો અને વહીવટી અમલદારોની પસંદગીમાં જે મુશ્કેલી નડે છે, તેવી જ મુશ્કેલી આજે અધ્યાપકોની પસંદગી પરત્વે પણ ઊભી થયેલી છે. વસ્તુત: બધાં જ ક્ષેત્રોમાં ધોરણો સ્થળતાં જવાથી પ્રતિભાની તંગી વરતાય છે. તેમ છતાં, ઉદ્યોગમાં જે ચીવટથી તેઓ ગુણવત્તા જાળવી શક્યા છે તેટલી ચીવટ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની કૉલેજના સંચાલનમાં તેઓ બતાવી શક્યા નથી એમ કહેવું પડશે.
ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ઊભું કરવામાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનો મોટો હિસ્સો છે. પહેલાં તેને માટે સો એકર જમીન ખરીદવામાં આવી હતી. પછી સરકારની મદદથી બીજી પ૨૫ એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચીને સંપાદન કરી હતી. તેની પાછળ કસ્તૂરભાઈની દીર્ઘદૃષ્ટિ હતી. યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ જોઈને પરદેશીઓ પણ પ્રભાવિત થયા હતા.
ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર આરંભથી જે રીતે ગોઠવાયું અને શુદ્ધ શૈક્ષણિક દૃષ્ટિને બદલે રાજદ્વારી દૃષ્ટિએ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા તે અંગે કસ્તૂરભાઈને અસંતોષ છે. યુનિવર્સિટીના નીતિનિયમો બાબત પણ તેમને મતભેદ છે. આમ છતાં મકાનોનાં બાંધકામ અને સંશોધન આદિની પ્રવૃત્તિઓમાં તેમની સલાહ અને સહાય યુનિવર્સિટીને મળતી રહે છે.
છેલ્લાં ત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પોણાત્રણ કરોડ રૂપિયા અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહો તરફથી રૂપિયા ત્રણ કરોડ બાણું લાખની સખાવત થયેલી છે. તેમાં બધું મળીને આશરે દોઢ કરોડ રૂપિયાનું દાન કેળવણીની સંસ્થાઓને મળેલું છે તે બતાવે છે કે બીજા કોઈ પણ ક્ષેત્રના કરતાં શિક્ષણ પ્રત્યે તેમને વિશેષ દિલચસ્પી છે.
જો આમ ન હોત તો છેલ્લા ત્રણ દાયકામાં ભારતના કોઈ પણ મોટા શહેરને માટે અદેખાઈનો વિષય બને તેવી ઉત્તમ કોટિની સંસ્થાઓ સ્થાપવામાં કસ્તૂરભાઈનો સક્રિય પ્રયત્ન જોવા ન મળત. અટીરા, પી. આર. એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઑફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી
Scanned by CamScanner