________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૩.
સાયન્સ સેન્ટર અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી વિજ્ઞાન અને ટેકનોલૉજીના વિકાસ માટે દેશમાં જે નવી હવા ઉત્પન્ન થઈ તેના ફળરૂપે આમાંની વિજ્ઞાન-સંસ્થાઓ ઉદ્ભવી ગણાય. કસ્તુરભાઈ અને ડૉ. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની સિદ્ધિ એમાં જોવા મળે છે. પીઢ ઉદ્યોગપતિ અને જુવાન વિજ્ઞાનીની ઇચ્છા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિનિયોગ દ્વારા અમદાવાદની ઉદ્યોગ, કળા અને સંસ્કૃતિની સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગી નીવડે એવું આયોજન કરવાની હતી. એકની પ્રયોગશીલતા અને બીજાની વ્યવહારકુશળતાના વિરલ સમન્વયથી એ સિદ્ધ થઈ શકયું છે.
૧૯૪૪માં ભારત સરકારે પમુખમ્ ચેટ્ટીના અધ્યક્ષપદે ઔદ્યોગિક સંશોધનને ઉત્તેજન આપવાના પ્રબંધ માટે એક સમિતિ નીમી હતી. તેની સમક્ષ અમદાવાદ મિલમાલિક મંડળે એવી રજૂઆત કરી હતી કે સરકાર જો જરૂરી આર્થિક સહાય આપે તો મંડળ તરફથી સહકારી ધોરણે કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા સ્થાપવામાં આવે. તેને સરકારની સંમતિ મળતાં ડિસેમ્બર ૧૯૪૭માં અમદાવાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (અટીરા)ની સ્થાપના થઈ. તેને માટે અમદાવાદની ૭૧ મિલોએ મળીને બાવન લાખ રૂપિયા આપ્યા. તેની સામે સરકારે ૧૯ લાખની સહાય આપી અને તેના નિભાવખર્ચમાં વાર્ષિક દોઢલાખ રૂપિયાની મર્યાદામાં પ્રથમ પાંચ વર્ષ સુધી પચાસ ટકા અનુદાન આપવાની તૈયારી બતાવી.૨૧ - બ્રિટન અને યુરોપમાં ચાલતી ઔદ્યોગિક સંશોધન-સંસ્થાઓના નમૂના પર અટીરાનું બંધારણ કસ્તૂરભાઈ અને ડૉ. વિક્રમ સારાભાઈના સૂચનથી તૈયાર થયું. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિમાં વિજ્ઞાનીઓને કો-ઑપ્ટ કરવાની જોગવાઈ અને બહુમતી સત્તા મિલમાલિકોના હાથમાં ન રહે તેવી રચના પણ તે બંને અગ્રણીઓએ સૂચવી હતી. વ્યવસ્થાપક સમિતિના પ્રથમ પ્રમુખ તરીકે ૧૯૪૭માં કસ્તૂરભાઈની વરણી થઈ. તે ૧૯૬૩ સુધી પ્રમુખ રહ્યા. આરંભકાળથી ૧૯૫૬ સુધી વિક્રમ સારાભાઈ ખંડસમયના માનાર્હ નિયામક તરીકે રહ્યા હતા. અટીરાની નીતિ ભારતભરમાંથી જવાન ને તેજસ્વી વિજ્ઞાનીઓને તથા સંશોધકોને પસંદ કરવાની રહી હતી. આ સંસ્થા શરૂઆતમાં એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના
Scanned by CamScanner