________________
૧૪૪
પરંપરા અને પ્રગતિ
મકાનમાં કામ કરતી હતી. ૧૯૫૪માં તેનું એક લાખ ચો. ફૂટના વિસ્તારવાળું ભવ્ય મકાન બંધાયું, જેનું ઉદ્ઘાટન જવાહરલાલે કરેલું. છેલ્લા ત્રણ દાયકામાં અટીરાએ કાપડ-ઉદ્યોગનાં વિવિધ અંગો જેવાં કે કાપડની ગુણવત્તાની મર્યાદા, સૂતર, ઉત્પાદનક્ષમતા, રૂનો બગાડ, રેસાની ગુણવત્તાની ચકાસણી, રૂની નવી જાતોનું કાંતણ તેમ જ સૂતરની ખામીની વણાટ અને પોત પર થતી અસર વગેરે વિશે મહત્ત્વનું સંશોધન કરેલું છે. અટીરાના નિષ્ણાતોએ આ ઉદ્યોગને લગતાં લગભગ ૪૫૦ સાધનોનું સંશોધન કરેલ છે. બૉઈલરની ક્ષમતા અને ઘુમીડીફીકેશનની પ્રક્રિયામાં સુધારા સૂચવતી શોધો પણ આ રાષ્ટ્રીય સંસ્થામાં થયેલી છે. તેના સંચાલનમાં ડૉ. ભટનાગર અને ડૉ. ક્રિષ્નન પણ હતા. તેમણે સ્થાપેલી પ્રણાલિકા અનુસાર અટીરાનું સંચાલન વૈજ્ઞાનિકો દ્વારા થાય છે અને તેને મિલમાલિકો તથા સરકારનો ટેકો છે.
અટીરા સ્થપાઈ તેને બીજે વર્ષે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના થઈ હતી. છેક ૧૯૪૫માં સારાભાઈ પરિવાર તરફથી કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવેલી. આ ફાઉન્ડેશન ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધન સહિત શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના હેતુથી સ્થપાયેલ. વિક્રમ કેમ્બ્રિજની ડૉકટરેટ લઈને આવ્યા પછી તરત જ તેમણે અમદાવાદમાં કૉસ્મિક કિરણો અને વાતાવરણીય ભૌતિકશાસ્ત્ર (એટમોસ્ફરિક ફિઝિકસ)ના અભ્યાસ માટેની ફિઝિકલ રિચર્સ લેબોરેટરી સ્થાપવાની હિલચાલ શરૂ કરી હતી. આ બાબત તેમણે કસ્તૂરભાઈ અને દાદાસાહેબ માવળંકર સાથે ચર્ચા કરી. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, દિલ્હીની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રી ઍન્ડ રિસર્ચ (સી.એસ.આઈ.આર.) અને ભારત સરકારના અણુશક્તિ મંત્રાલયના સહકારથી પી. આર. એલ.ની સ્થાપના થઈ. કસ્તૂરભાઈએ આ સંસ્થાને મજબૂત કરવામાં ડૉ. સારાભાઈને સક્રિય સાથ આપ્યો. વિખ્યાત વૈજ્ઞાનિક ડો. કે. આર. રામનાથનને ભારત સરકારની સેવામાંથી નિવૃત્ત થયા કે તરત જ આ સંસ્થાના નિયામક તરીકે કસ્તૂરભાઈ અને વિક્રમ સારાભાઈ પ્રયત્ન કરીને લઈ આવ્યા. તેની સંચાલન સમિતિમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, કર્મક્ષેત્ર એજ્યુકેશન ફાઉન્ડેશન, ભારત સરકારના અણુશક્તિ મંત્રાલયના પ્રતિનિધિ તેમ જ મુંબઈ સરકારના પ્રતિનિધિ બેસતા. કસ્તૂરભાઈ તેના પ્રથમ
Scanned by CamScanner