________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
“આપે જીવનનું ધ્યેય શું નક્કી કરેલું? આજે તેને વિશે શું લાગે છે?”
એવું કોઈ ધ્યેય નક્કી કર્યું નહોતું, પણ મારે હાથે ચારેક વસ્તુઓ બને તો મને સંતોષ થાય એમ વિચાર્યું હતું.”
“એ ચારેક વસ્તુઓ કઈ હતી?”
એક તો જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર. બીજું, પ્રેમાભાઈ હોલ નવેસરથી અદ્યતન સ્થાપત્યમાં બંધાય છે. ત્રીજું, અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના અને ચોથું, જૂની હસ્તપ્રતોનું સંશોધન કરાવીને તેની સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાનું. ઈશ્વરકૃપાએ એ ચારે વસ્તુઓ આજે સિદ્ધ થયેલી છે.”
વાતચીતને અંતે કસ્તૂરભાઈના મુખ પર સાત્ત્વિક આનંદ અને સંતોષની ઝલક આવી ગઈ.
જીવનનું કોઈ સ્પષ્ટ ધ્યેય ભલે તેમણે અગાઉથી નક્કી કર્યું ન હોય, પરંતુ સામાન્ય રીતે શ્રીમંતોમાં જોવા મળે છે તેવું લક્ષ્મીની છોળો વચ્ચે રહીને વૈભવી જીવન માણવાનું તો તેમનું વલણ નહોતું જ. કુળ પરંપરા, ઉછેર અને રાષ્ટ્રીય નેતાઓ સાથેના સંસર્ગે તેમનામાં સામાજિક જવાબદારીનું ભાન જગાડ્યું હતું. તેમાં કલાપ્રેમ અને ધર્મનિષ્ઠા ભળતાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનો રસ સક્રિય થયો. તેને પરિણામે બંને ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું યોગદાન જોવા મળે છે.
Scanned by CamScanner