________________
૧૨૮
પરંપરા અને પ્રગતિ
પરંતુ તેમને એક પણ નવું કારખાનું કે તેનો પ્લાન્ટ બતાવવામાં આવેલ નહીં.
કસ્તૂરભાઈ ત્યાંના જીવનધોરણ અંગે નેધ કરતાં કહે છે: “ક્રાતિ પછી સાડત્રીસ વર્ષે પણ પશ્ચિમ યુરોપના દેશો કરતાં આ દેશના જીવનધોરણનો આંક ઘણો નીચો છે."
સ્વરાજ આવ્યા પછી આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની બીજી અનેક સમિતિઓ અને પ્રતિનિધિમંડળોનું તેમણે નેતૃત્વ લીધું હતું. ૧૯૫૨-૫૩માં સરકારે જાહેર બાંધકામ ખાતાની તપાસ માટેની સમિતિ તેમના અધ્યક્ષપદે નીમેલી. રંગનાથનું તે સમિતિના સભ્ય-સચિવ હતા. ૧૯૫૪માં તેમણે વિશ્વબૅન્કના પ્રતિનિધિમંડળને મુલાકાત આપેલી. હાલના તે બેન્કના ચેરમેન જ્યોર્જ વુડ્ઝ પર તેમનો સારો પ્રભાવ પડ્યો હતો.
૧૯૫૨માં લેંકેશાયરમાં આંતરરાષ્ટ્રીય કાપડ-ઉદ્યોગ પરિષદ ભરાવાની હતી. તેમાં મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોએ કસ્તૂરભાઈના નેતૃત્વ નીચે પ્રતિનિધિમંડળ મોકલેલું. તેમની સાથે મુંબઈના નેવિલ વાડિયા, નાગપુરના ભૂતા અને બીજા એક-બે ઉદ્યોગપતિઓ હતા. પરિષદમાં અમેરિકાના અઢાર અને જાપાનના બાવીસ પ્રતિનિધિઓ હતા. ફ્રાન્સ, ઇટાલી, જર્મની, બેલ્જિયમ, હૉલૅન્ડ વગેરે બીજા દેશોના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા. બસ્ટનમાં મળેલી આ પરિષદમાં કસ્તૂરભાઈનો પ્રભાવ પ્રથમ પરિચયે જ એવો પડ્યો કે એક મહત્ત્વની સમિતિના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી. આ સમિતિએ દરેક દેશની નિકાસ વાસ્તવમાં કેટલી છે અને કેટલી થવાની શક્યતા છે તેની ગણતરી કરીને અમુક જથ્થાથી વધુ નિકાસ નહીં કરવાનું સ્વેચ્છાએ દરેક દેશ સ્વીકારવા તૈયાર થાય કે કેમ તેની વિચારણા કરીને અભિપ્રાય આપવાનો હતો. નેવિલ વાડિયા એ જ રીતે બીજી સમિતિ પર લેવાયા હતા. આમ, ભારતીય પ્રતિનિધિમંડળ નાનું હોવા છતાં પરિષદ પર તેની ઘણી સારી છાપ પડી હતી.
પરિષદમાં હાજરી આપીને કસ્તૂરભાઈ અમેરિકા ગયા. ત્યાં અમેરિકન પ્રતિનિધિમંડળના નેતાએ તેમનું ઉમળકાભેર આતિથ્ય કરેલું. તેમના માનમાં ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક ખાતે તેમણે ભોજન-સમારંભ ગોઠવ્યો હતો.
૧૯૫૩માં કસ્તૂરભાઈ પુત્ર સિદ્ધાર્થ અને ભત્રીજા આનંદ સાથે જાપાન ગયા ત્યારે બસ્ટનની પરિષદમાં સંબંધ બંધાયેલો તેને કારણે તેમને ઇચ્છા મુજબ
Scanned by CamScanner