________________
૧૨૬
પરંપરા અને પ્રગતિ
અહેવાલ તૈયાર કર્યો. પરંતુ ભારત સરકારે બીજા અનેક અહેવાલોની માફક આ સમિતિના અહેવાલને પણ અભરાઈ પર ચડાવી દીધો.
આ કડવા અનુભવ પછી કસ્તૂરભાઈએ નક્કી કર્યું કે “મારી ભલામણોનો અમલ થશે એવી ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ સરકારી સમિતિના અધ્યક્ષ કે સભ્ય તરીકેની જવાબદારી સ્વીકારવી નહીં.'
૧૯૫૦માં સરદાર પટેલે હૈદ્રાબાદ, મૈસૂર અને ત્રાવણકોર રાજ્યોએ વિવિધ ઉદ્યોગોને કરેલાં ધિરાણો અને અમુક યોજનાઓમાં (projects) કરેલાં રોકાણોની રકમ અંગે તપાસ કરવા એક વ્યક્તિની સમિતિ કસ્તૂરભાઈના અધ્યક્ષપદે નીમેલી. સ્વામિનાથન કરીને એક સેક્રેટરી સહિત જરૂરી સ્ટાફ સરકાર તરફથી તેમને આપવામાં આવેલો. હૈદ્રાબાદ અને મૈસૂર રાજ્ય તરફથી ચાળીસ જુદા જુદા ઉદ્યોગોમાં ધિરાણ થયેલાં. સેક્રેટરીએ તેને અંગેની વિગતો એકત્ર કરેલી. તે પછી કસ્તૂરભાઈએ પ્રત્યેક ઉદ્યોગગૃહની મુલાકાત લઈને પ્રત્યક્ષ તપાસ કરી હતી ને ત્રણે રાજ્યોના નાણામંત્રીઓને મળીને તેમને પોતાની ભલામણો સમજાવી. તેમની સંમતિ મળ્યા બાદ સરકારને તે ભલામણો મોક્લી હતી. તેમની બધી જ ભલામણોનો સરકારે પૂરેપૂરો અમલ કર્યો હતો.
૧૯૫૪માં સોવિયેટ યુનિયનની સરકારે ભારત સરકારને એક ઔદ્યોગિક પ્રતિનિધિમંડળ રશિયા મોકલવા માટે નિમંત્રણ મોકલ્યું. બ્રજમોહન બિરલા એ વખતે ભારતીય વેપારઉદ્યોગ મહામંડળના પ્રમુખ હતા. ભારત સરકારે તેમને ઉક્ત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્વીકારવા વિનંતી કરી. એ દિવસોમાં એક એવી ખરીખોટી માન્યતા પ્રચલિત હતી કે રશિયા જઈ આવે તેને અમેરિકાની મુલાકાતની મંજૂરી મળે નહીં. બિરલાને અમેરિકા સાથે સારા વેપારી સંબંધો હતા. એટલે તેમણે રશિયા જવાની ના પાડી. આ સંજોગોમાં સરકારે કસ્તૂરભાઈને ઔદ્યોગિક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેવા વિનંતી કરી. એ વખતે કસ્તૂરભાઈનું સ્વાથ્ય નરમ હતું એટલે ભાઈઓ અને બહેનોએ સાથે સિદ્ધાર્થને લઈ જવા કહ્યું. દરમ્યાનમાં રશિયા ખાતેના ભારતીય એલચી કે. પી. એસ. મેનનનો સંદેશો આવ્યો કે ઑક્ટોબરથી રશિયામાં અતિશય ઠંડી પડે છે. આથી સપ્ટેમ્બરમાં જ જવાનું નક્કી કર્યું.
પંદર સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું. તેમાં બે મહિલાઓ હતી, જે તેમના
Scanned by CamScanner