________________
૧૨૪
પરંપરા અને પ્રગતિ
કોન્ટેક્ટ આપવામાં આવ્યો. નિશ્ચિત સમયમર્યાદામાં કામ પૂરું ન થાય તો ભારે દંડની પણ તેમાં જોગવાઈ રાખવામાં આવી હતી. નક્કી કરેલી સમય અને ખર્ચની મર્યાદામાં બંદરનું બાંધકામ પૂરું થયું તે કસ્તૂરભાઈને માટે મોટા સંતોષની વાત
હતી ૧
૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખે ગાંધીજીની હત્યા થઈ. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે ગાંધી સ્મારક નિધિ માટે ફાળો એકત્ર કરવા માર્ચમાં અપીલ બહાર પાડી. તેને જોઈએ તેટલો ઉમળકાભર્યો જવાબ મળ્યો નહોતો. સરદાર બીમાર હોવાથી મે મહિનામાં મસૂરી આરામ માટે ગયેલા. ત્યાં તેમણે જે.આર.ડી. તાતા, ઘનશ્યામદાસ બિરલા, કસ્તૂરભાઈ અને બીજા એકબે ઉદ્યોગપતિઓને મળવા બોલાવ્યા. જવાહરલાલ નેહરુ પણ હતા. સરદારે કસ્તૂરભાઈને પૂછયું: “ગાંધી સ્મારક નિધિ માટે કેટલી રકમ એકઠી કરી શકશો?” કસ્તૂરભાઈએ બે કરોડ રૂપિયાનો અંદાજ મૂક્યો. ચર્ચાવિચારણાને અંતે ઉદ્યોગગૃહોમાંથી પાંચ કરોડ રૂપિયાનો ફાળો એકત્ર કરવાનું નક્કી થયું. એટલો જ ફાળો આમજનતામાંથી ઉઘરાવવાની ધારણા હતી. ઉદ્યોગગૃહો માટેની સમિતિના અધ્યક્ષ તરીકે કસ્તૂરભાઈને નીમ્યા. તેમણે ઉદ્યોગના કદ પ્રમાણે ફાળાનું ધોરણ નક્કી કરીને વિવિધ ઉદ્યોગો માટે અલગ પેટાસમિતિઓ નીમી. એક વર્ષથી ઓછા સમયમાં તેમણે પાંચ કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા એકઠા કર્યા. ૧૯૪૯ના એપ્રિલમાં કસ્તૂરભાઈએ જવાહરલાલ નેહરુને ગાંધી સ્મારક નિધિ માટે પોણા પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો. આમજનતામાંથી પણ ધારણા મુજબ પાંચ કરોડ એકત્ર થયા. ગાંધી સ્મારક નિધિના એક ટ્રસ્ટી તરીકે કસ્તૂરભાઈએ વર્ષો સુધી સેવાઓ આપી. 1 ઝીણી ગણતરી અને કરકસર કસ્તૂરભાઈના વહીવટની એક વિશિષ્ટતા હતી. સરદાર તેનાથી જ્ઞાત હતા. એટલે ૧૯૪૮માં મધ્યસ્થ સરકારનાં જુદાં જુદાં ખાતાંઓના ખર્ચાઓમાં ક્યાં કયાં કરકસર થઈ શકે તેમ છે તેની તપાસ કરીને ભલામણ કરવા માટે કસ્તૂરભાઈના અધ્યક્ષપદે એક કરકસર સમિતિની નિમણૂક ભારત સરકારે કરી. ૧૯૨૨માં આવી જ એક સમિતિ વિદેશી સરકારે લૉર્ડ ઇંચકેપના અધ્યક્ષપદે નીમી હતી. કસ્તૂરભાઈ ઉપરાંત શ્રી જયપાલસિંગ અને શ્રી એસ.કે. પાટીલ આ સમિતિના સભ્યો હતા. કસતૂરભાઈએ આ કામગીરી પૂરી ગંભીરતાથી ઉપાડી લીધી. “પૂર્વે કદી નહીં કરેલ તેટલા કામથી પૂરા સોળ
Scanned by CamScanner