________________
સ્વરાજપ્રાપ્તિ પછી– ૧૨૫
માસ સુધી તેમણે આ સમિતિનું કામ કર્યું. પ્રત્યેક ખાતામાં થતા ખર્ચની વિગતો એકત્ર કરવી તે બહુ મોટું કામ હતું. વળી પ્રશ્નોત્તરી કાઢવાની, જુબાનીઓ એકત્રિત કરવાની અને પછી ભલામણો કરવાની રાબેતા મુજબની પદ્ધતિ અખત્યાર કરવાને બદલે તેમણે અનૌપચારિક રીતે પ્રત્યક્ષ માહિતી એકત્ર કરવાનું રાખ્યું હતું. સમિતિ પર એક ઑડિટ ખાતાના અધિકારી પણ હતા. તેમને જે તે ખાતામાં મોકલીને મેળવેલી માહિતી પરથી તેઓ ખાતાની વાસ્તવિક જરૂરિયાતો સમજવાનો પ્રયત્ન કરતા; તેમાં બગાડ ક્યાં ક્યાં થાય છે તે શોધી કાઢતા ને તે શી રીતે અટકાવી શકાય તેનો સૌ સભ્યો સાથે મળીને વિચાર કરતા. પછી ખાતાના સેક્રેટરીને બોલાવીને તેની સાથે ચર્ચાવિચારણા કરતા અને શકય હોય ત્યાં ખર્ચમાં કાપકૂપ કરવાનાં પોતાનાં સૂચનો તેને ગળે ઉતારવા પ્રયત્ન કરતા. તેમ કરતાં કોઈને પણ અન્યાય ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખતા.
- સરકારી ખાતાંઓમાં કેવાં જંગી ખર્ચ, બિનજરૂરી હોવા છતાં નભાવવામાં આવે છે ને તેમાં કાપકૂપ કરવાની હિંમત વડા પ્રધાનમાં પણ નથી હોતી તેનો અનુભવ આ સમિતિની કામગીરી દરમ્યાન કસ્તૂરભાઈને થયો. આ તપાસ ચાલુ હતી ત્યારે વેપાર અને વાણિજ્ય મંત્રાલયમાં ૭,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા. તે ઘટાડીને ૧,૧૦૦ કરવાની ભલામણ કસ્તૂરભાઈ સમિતિએ કરી હતી. લડાઈ પહેલાં એ ખાતામાં ૪૦૦ કર્મચારીઓ હતા. લડાઈ દરમ્યાન એ સંખ્યા ૭,૦૦૦ની થઈ હતી. ખરું જોતાં ૧૯૪૮માં કામનો બોજ ૨૫ ટકાથી વિશેષ વધ્યો ન હતો. છતાં સમિતિએ ૧૧૦૦ કર્મચારીઓ રાખવાની ભલામણ કરી હતી.
સમિતિના કાર્યક્ષેત્રમાં લંડન ખાતેની હાઈકમિશનરની કચેરીની તપાસ પણ આવતી હતી. તે વખતે હાઈકમિશનરની ઑફિસ ખાતે ૧૮ રોલ્સરોઈસ મોટરગાડીઓ હતી. તે ઘણી વધારે હતી. તે ઑફિસની તપાસ શરૂ કરતાં પહેલાં કસ્તૂરભાઈએ વડા પ્રધાનને પૂછયું : “હાઈકમિશનરની કચેરીની તપાસ આ સમિતિએ કરવાની છે ને? તે માટે એક પાર્ટી લંડન મોકલું ને?”
“કાંઈ જરૂર નથી.” જવાહરલાલે જવાબ આપ્યો. એટલે સમિતિએ હાઈકમિશનની તપાસ પડતી મૂકી. '
સખત પરિશ્રમ કરીને તેમણે સમિતિનો અત્યંત ઉપયોગી અને રસપ્રદ
Scanned by CamScanner