________________
પરંપરા અને પ્રગતિ
મંદિરોનો જીર્ણોદ્ધાર. પેઢી-હસ્તક ચાલતાં મંદિરો, ધર્મશાળા વગેરેના જીર્ણોદ્ધાર અંગે અગાઉથી ખર્ચનો અંદાજ માગીને કામ શરૂ કરાવવાની પદ્ધતિ નહોતી. કસ્તૂરભાઈએ જીર્ણોદ્ધાર માગતાં સ્થાનોનો વિગતવાર અભ્યાસ કરીને વ્યવસ્થિત પદ્ધતિએ તેનું કામ હાથ ધર્યું.
રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોનાં શિલ્પસ્થાપત્ય કળાની દૃષ્ટિએ જગપ્રસિદ્ધ હતાં. પરંતુ સદીઓના ઘસારાને કારણે તેમ જ કાળજીભરી જાળવણીને અભાવે તેમાંના કેટલાક ભાગો ખંડિત થઈ ગયા હતા. કસ્તૂરભાઈએ સૌપ્રથમ ૧૯૩૨માં રાણકપુરનાં મંદિરોના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. એક અંગ્રેજ એન્જિનિયર મિ. બેટલી ભારતીય સ્થાપત્યમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમને કસ્તૂરભાઈ રાણકપુર લઈ ગયા. સાથે બે મિસ્ત્રી હતા. મંદિરના ઘુમ્મટો અને છત પર હજારો ચામાચીડિયાં ચાંટેલાં હતાં. બાંધકામ છસો વર્ષ જૂનું હતું એટલે છતના પાટડામાં તિરાડો પણ પડી ગઈ હતી. ચાર દિવસ રોકાઈને કસ્તૂરભાઈએ ખંડિત ભાગોની વિગતે નોંધ કરાવી. મિ. બેટલીએ તેનો અહેવાલ તૈયાર કરીને પેઢીને સોંપ્યો. પછી સમારકામ શરૂ થયું. મૂળ શિલ્પોની ખૂબી જાળવીને અદ્દલ પ્રતિકૃતિઓ તૈયાર કરવાની કસ્તૂરભાઈએ કારીગરોને સૂચના આપી હતી. પરંતુ છ મહિના પછી તેઓ ગયા ત્યારે જોયું તો મંદિરની અંદર રહેલાં શિલ્પોની આબેહૂબ નકલ નવાં શિલ્પોમાં ઊતરતી નહોતી. તેમણે (અલબત્ત, પેઢીની વહીવટી સમિતિમાંના સાથીઓની સંમતિ લઈને) બધું જ કામ રદ કર્યું અને કારીગરોને મૂળની તાદૃશ પ્રતિકૃતિઓ તૈયાર કરવા કડક સૂચના આપી. કામ પૂરું થયા પછી મિ. બેટલીને એ રાણકપુર લઈ ગયા ને તેમનો અભિપ્રાય માગ્યો, ત્યારે તેમણે તેમને લખ્યું કે આનાથી વધુ સુંદર કામ બીજું કોઈ કરી શકયું ન હોત.
૧૩૪
ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલું રાણકપુર તીર્થ પુનરુદ્ધાર થતાં નવી જ રોનક ધારણ કરી રહ્યું. મંદિરના વિશાળ મંડપમાં પૂરતો પ્રકાશ આવી શકે તેવી તેની બાંધણી કોઈ પણ કલારસિકને આશ્ચર્ય પમાડે તેવી છે. જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાં ત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગરોએ ઉપસાવેલી છે. મંદિરનું અપ્રતિમ સ્થાપત્ય અને તેની આસપાસનો વિશાળ ચોક આખાયે પ્રદેશને પોતાની સુંદરતા
Scanned by CamScanner