________________
૧૩૬
પરંપરા અને પ્રગતિ
- મોરારજીભાઈ અંબાજીની મુલાકાતે ગયા ત્યારે પેઢીના મેનેજર નગીનદાસ તેમને મળ્યા અને દાંતાના ઠાકોરની રૂબરૂમાં આરસ માટે વાત કરી.
દાંતાના ઠાકોરે કહ્યું: “એ આરસની કરી મારી અંગત મિલકત છે. તેમાંથી કોઈને આરસ ખોદી જવાની અમે રજા આપવાના નથી.”
આ સાંભળીને મોરારજીભાઈએ નગીનદાસને કહ્યું: “તમે એ કરીમાંથી આરસ લેવાની વ્યવસ્થા કરો. જો કોઈ તમને રોકે તો તરત મને જાણ કરજો.”
આમ એક મુશ્કેલી દૂર થઈ. પછી જીર્ણોદ્ધારના ખર્ચનો અંદાજ સલાટોના આગેવાન અમૃતલાલ મિસ્ત્રી પાસે માગ્યો. તેમણે એક ઘનફૂટના પચાસ રૂપિયાના હિસાબે રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચનો અંદાજ મૂક્યો. તેમાં અમુક નવાં દહેરાંના કામનો પણ સમાવેશ થતો હતો. કસ્તૂરભાઈએ તેમને કામ શરૂ કરવા કહ્યું...
- થોડા મહિના બાદ તેઓ કામ જોવા ગયા. દહેરાંની અંદર જે કલા કંડારેલી હતી તેને આ વીસમી સદીના કારીગરોએ નવા આરસમાં આબેહૂબ ઉતારી હતી.' કસ્તૂરભાઈને તે જોઈને સંતોષ થયો. પણ ખર્ચનો જે અંદાજ મૂક્યો હતો તે સચવાયો નહોતો. ઘનફૂટના પચાસને બદલે બસો રૂપિયા ખર્ચ થયું હતું! પણ તેમનો લાપ્રેમી આત્મા કામથી એટલો પ્રસન્ન થઈ ગયો હતો કે ખર્ચની તેમણે ચિંતા ન કરી.
તેમણે મિસ્ત્રીને ખભે હાથ મૂકીને કહ્યું: “ફિકર નહીં, કામ અવલ નંબરનું થવું જોઈએ. ખર્ચ થાય તેનો જરા પણ વાંધો નથી.”
ખર્ચને માટે ટ્રસ્ટીમંડળે રસ્તો કાઢ્યો. તેમણે ઠરાવ્યું કે, નવાં દહેરાં બાંધવાને બદલે જૂનાં તીર્થોનો જીર્ણોદ્ધાર કરવા પાછળ જરૂરી ખર્ચ કરીને ઉત્તમ
ક્લા-કારીગરીવાળું કામ કરાવવું. દેલવાડાનાં દહેરાંનું સમારકામ ચૌદ વરસ ચાલેલું અને તેની પાછળ ચૌદ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. અવગુંઠન દૂર થતાં કોઈ અપ્સરાનું દિવ્ય સૌંદર્ય એકાએક પ્રત્યક્ષ થાય એવો ઉઠાવ શિલ્પ અને સ્થાપત્યના આ કળાભંડારને જીર્ણોદ્ધારથી મળ્યો છે. ૧૯૬રમાં આ કામ પૂરું થયું.
એ જ વર્ષમાં આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓએ શત્રુંજય, તારંગા અને ગિરનાર પરનાં જૈન તીર્થોનાં દહેરાંનું સમારકામ હાથ પર લેવાનો ઠરાવ કર્યો. શત્રુંજય તીર્થનું કામ હજુ ચાલુ જ છે અને બીજાં વીસેક વર્ષ ચાલશે તેવી ગણતરી છે. પર્વત પર ચડવું સરળ પડે તે માટે પગથિયાં કરવામાં આવ્યાં છે.
Scanned by CamScanner