________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૫
ને ભવ્યતાથી ભરી દે છે.
આ તીર્થનું નવનિર્માણ જોઈને રાજસ્થાનના કોઈ ભાવિક સજજનને ત્યાં ધર્મશાળા બંધાવવાનું મન થયું. દેરાસરની સામે ધર્મશાળા બાંધવાની તેમની ઇચ્છા હતી. તે માટે તેમણે તે જમાનામાં પચાસ હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ કસ્તૂરભાઈએ તેનો અસ્વીકાર કર્યો. મંદિરના સુંદર દેખાવને રૂંધે તેવું કશું વ્યવધાન ઊભું થાય તે તેમને મંજૂર નહોતું. આજે રાણકપુર માત્ર જૈનોનું જ નહિ પણ સર્વ ધર્મ અને દેશના પ્રવાસીઓને માટે ક્લાનું યાત્રાધામ બની રહ્યાં છે.
કસ્તૂરભાઈની કુદરતી ક્લાસૂઝે આ ચમત્કાર સર્યો હતો એમ કહી શકાય.
૧૯૪૬-૪૭માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ આબુ ઉપર આવેલાં જગપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનું ઠરાવ્યું. આ તીર્થનો વહીવટ શિરોહીનું ટ્રસ્ટ કરતું હતું. કસ્તૂરભાઈએ તેમની સાથે શરત કરી કે આણંદજી કલ્યાણજી તરફથી જીર્ણોદ્ધાર થાય તેમાં તેમણે કોઈ ફેરફાર કરવો નહીં.
આ દહેરાંનો જીર્ણોદ્ધાર કરવો તે સહેલું કામ નહોતું. એમાં જે આરસ વપરાયો હતો તે કુળનો આરસ વપરાય તો જ મૂળની સાથે એકરૂપ થાય તેવી પ્રતિકૃતિઓ સર્જી શકાય તેમ હતું. કસ્તૂરભાઈ એ પ્રકારના આરસની તપાસ માટે મિસ્ત્રીઓની સાથે આસપાસમાં આવેલી આરસની ખાણો જોવા નીકળી પડ્યા. છેવટે અંબાજીની નજીક દાંતાના ડુંગરોમાં એ કુળનો આરસ મળી આવ્યો. તેમણે પરિચિત વ્યક્તિની મારફત દાંતા રાજ્યને આ આરસ ખોદીને લઈ જવા મંજૂરી આપવા માટે અરજી કરી. દાંતા રાજ્ય અરજી નામંજૂર કરી. કસ્તૂરભાઈએ નક્કી કર્યું હતું કે એ આરસ મળે તે પછી જ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવું. કામ મુલતવી રાખ્યું. દરમ્યાનમાં સ્વરોજ આવ્યું. થોડે વખતે મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી થયા. કસ્તૂરભાઈ તેમને મળ્યા અને આબુ તીર્થના જીર્ણોદ્ધાર માટે જરૂરી આરસ લેવા માટે દાંતા રાજ્યની પરવાનગી બાબત વાત કરી. તેમણે કસ્તૂરભાઈને કહ્યું: “હું અંબાજી જવાનો છું તે વખતે પેઢીના મેનેજરને ત્યાં મોકલજો.”
Scanned by CamScanner