________________
૧૩૮
પરંપરા અને પ્રગતિ
થયેલો નવો અવતાર છે.
ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોનો પુનરુદ્ધાર પણ મૂળ સ્થાનની સુંદરતા અને ભવ્યતાને પ્રગટ કરી બતાવે તે રીતે થયેલો છે. ધંધુકામાં બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર અને અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના દેરાસરના જીર્ણોદ્ધારને પણ કસ્તૂરભાઈની કળાદૃષ્ટિનો લાભ મળેલો છે.
કસ્તૂરભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે પચાસ વર્ષ કામ કર્યું તે દરમ્યાન ટ્રસ્ટની આર્થિક સ્થિતિ તો સધ્ધર થઈ જ. પરંતુ તેનાં નાણાંનો વિનિયોગ ધર્મ અને કળાના રોચક સમન્વયરૂપ તીર્થોના જીર્ણોદ્ધારમાં કર્યો તે તેમનું એ ક્ષેત્રમાં મોટું પ્રદાન છે. નવાં મંદિરો બાંધવા કરતાં પ્રાચીન કળાનો સમુદ્ધાર થાય તે રીતે તેનું સમારકામ કરવા ઉપર તેમણે ભાર મૂક્યો તે કેટલું બધું વાજબી પગલું હતું ! પેઢીનાં વહીવટ અને વ્યવસ્થાનાં અંગોને પણ તેમણે વધુ ચેતનવાળાં બનાવ્યાં.
૧૯૬૨માં ભારત સરકારે દેશનાં ધાર્મિક ટ્રસ્ટોની કામગીરીની તપાસ માટે સર સી. પી. રામસ્વામી આયરના અધ્યક્ષપદે એક સમિતિ નીમી હતી. તેની સમક્ષ કસ્તૂરભાઈએ જુબાની આપેલી તે પરથી સમજાયેલી લોકહિતદૃષ્ટિ અને તે દૃષ્ટિએ ટ્રસ્ટનું સંચાલન કરવાની તેમની કુશળતાથી સમિતિ પ્રભાવિત થઈ હતી. પોતાના અહેવાલમાં તેનો નિર્દેશ કરીને સમિતિએ જૈન ટ્રસ્ટોની વ્યવસ્થાના નમૂના પર હિંદુ ટ્રસ્ટોએ વ્યવસ્થા ગોઠવવી જોઈએ એવી ભલામણ પણ કરી હતી.૧૪
જૈન ધર્મ અને સમાજ પ્રત્યે કસ્તૂરભાઈનું વલણ કંઈક અંશે મિતવાદી સુધારકનું રહ્યું છે. તેમના પિતા મહામંત્રી હતા તે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપક્રમે ૧૯૨૫માં યોજવામાં આવેલ વિચાર-સંમેલનનું અધ્યક્ષપદ કસ્તૂરભાઈને આપવામાં આવેલું. તે સંમેલનમાં તેમણે કોન્ફરન્સના સમાજસેવાના કામમાં આવેલી ઢીલાશને દૂર કરીને જૈન સમાજને જાગ્રત કરવાનું કામ ઉપાડી લેવાનો અનુરોધ કોમના આગેવાનોને કર્યો હતો. જૈન સમાજની જાહેર પ્રવૃત્તિઓમાં કસ્તૂરભાઈનો પ્રથમ પ્રવેશ આ પ્રસંગથી થયેલો ગણાય છે. અત્યારપછી પણ એક-બે વખત તેઓ કોન્ફરન્સના અધિવેશનોમાં ઉપસ્થિત રહેલા, પરંતુ તેઓ કહે છે
Scanned by CamScanner