________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
તેમ, સામાજિક કાર્યનો જોઈએ તેટલો ઉત્સાહ એના કાર્યકર્તાઓ દાખવી શકયા
નથી.
૧૩૯
૧૯૩૪-૩૫માં પર્વતિથિની ચર્ચાના પ્રસંગે જૈન સમાજમાં મોટો મતભેદ અને ક્લેશ ઊભો થયો હતો. તેનો મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવાનો તેમણે પ્રયત્ન કરેલો. પરંતુ જુદાં જુદાં જૂથોની ચુસ્ત એકાંગી દૃષ્ટિને કારણે સમાધાન થઈ શકયું નહોતું. જૈન સમાજના આચારવિચારમાં જડતા અને અશુદ્ધિ સાથે પરસ્પર એકતાનો અભાવ વધતો જતો હતો. તેના નિવારણનો વિચાર કરવા માટે કસ્તૂરભાઈએ ૧૯૬૩ના એપ્રિલમાં અમદાવાદ ખાતે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સંમેલન બોલાવ્યું હતું. તેમાં તેમણે માર્મિક ટકોર કરતાં કહેલું કે “પાઘડીનો વળ હવે છેડે આવી ગયો છે. માટે જૈન સંઘની શુદ્ધિ અને એકતાની બાબતમાં જરાય ગલત રાખવા જેવી નથી.” જૈન પરંપરાના ઇતિહાસમાં સંઘની શુદ્ધિ અને એકતા માટે શ્રાવસંઘનું સંમેલન મળ્યું હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. સમાજને સુધારવાની કસ્તૂરભાઈની ઉત્કટ ભાવનાનું એ દૃષ્ટાંત છે. પરંતુ તેમની પ્રગતિ-અભિમુખ વિચારોણિ રૂઢિચુસ્ત સમાજને સ્વીકાર્ય નહોતી. કૉન્ફરન્સે સમાજના વ્યવહારમાં શુદ્ધિ અને એકતા સિદ્ધ થઈ શકે તેવા પ્રયત્નો કરવા એક શ્રીસંઘ સમિતિ નીમી હતી. તેને સ્થાનિક સંઘો કે સાધુઓનો સહકાર મળ્યો નહીં એટલે ચાર વર્ષને અંતે કસ્તૂરભાઈએ ‘ઘણા દુ:ખ સાથે’ તે સમિતિને સમેટી લીધી હતી.૧૬
જૈન સમાજની બહાર વિશાળ લોકહિતનાં કામોમાં તેમની પ્રતિભાને વિશેષ સફળતા મળેલી દેખાય છે. દુષ્કાળ અને રેલરાહતનાં કામોનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે. અમદાવાદમાં તેમણે શિક્ષણના વિકાસમાં દાખવેલો રસ તેનું બીજું સબળ દૃષ્ટાંત છે.
૧૯૨૯ના જાન્યુઆરીમાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ફિન્ડલે શિરાઝે તેમની સાથે કરેલા વચનભંગના વિરોધમાં હડતાળ પાડી. તેને પરિણામે પ્રિન્સિપાલે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને કૉલેજમાંથી બરતરફ કર્યા. તેનો પડઘો શહેરમાં એવો પડવો કે હડતાળ ને રાષ્ટ્રીય આંદોલન એકરૂપ બની ગયાં. દાદાસાહેબ માવળંકર ને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ વિદ્યાર્થીઓના રાહબર બન્યા, એટલું જ નહીં, ખુદ ગાંધીજીનાં આશીર્વાદ ને દોરવણીનો
Scanned by CamScanner