________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૭
દાદાના દરબારની પાંચ પોળોનાં જૂનાં પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય, મનોહર અને કળામય દરવાજા॰' મૂકયા છે, જે પ્રવેશતાં જ હરકોઈને પ્રભાવિત કરી દે તેવા છે. સૌથી મહત્ત્વનો ફેરફાર તો મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની નાની દેરીઓને દૂર કરી તે છે. તે સંકુચિત ધર્મભાવના પર કસ્તૂરભાઈની કળાદૃષ્ટિનો વિજય સૂચવે છે. મુખ્ય દેરાસરના ભવ્ય સ્થાપત્યને વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ મળે તે રીતે કસ્તૂરભાઈએ આ ફેરફાર કરાવ્યો છે. તેમ કરતાં જૂની દેરીઓમાંથી સેંકડો પ્રતિમાઓને ખસેડી દેરીઓનો નાશ કરવાનું થતું હતું તેનાથી કેટલાક શ્રદ્ધાળુ જીવોને દુ:ખ થયું અને વિરોધ પણ પ્રગટ થયો. પરંતુ કસ્તૂરભાઈ ડગ્યા નહીં.૧૨ ટ્રસ્ટીઓનું પણ તેમને આ હિંમતભર્યા પગલામાં પૂરતું અનુમોદન હતું. સાચી ધર્મદૃષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજોનો વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્ધાર પામી રહેલ આ ધર્મસ્થાનને જોનારને થાય છે. રાણકપુરની માફક અહીં પણ આપણને કસ્તૂરભાઈની સ્વપ્રયત્ને કેળવેલી કલાસૂઝનો હૃદયંગમ પરિચય થાય છે.
શત્રુંજયની તળેટીમાં સાંસ્કૃતિક સંગ્રહાલયની નાની પણ સુંદર ઇમારત ઊભી કરેલી છે. તેમાં શ્રીમતીબહેન ટાગોરે તૈયાર કરેલાં ભગવાન ઋષભદેવના જીવનનું દર્શન કરાવતાં છ મોટા કદનાં ચિત્રો મૂકેલાં છે. પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના નમૂના દર્શાવતા પુરાવશેષો પણ ત્યાં સચવાયેલા છે.
સમગ્ર તીર્થમાં સ્વચ્છતા અને સુઘડતા સચવાય એવી વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી છે.
તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર જુદી રીતનો હતો. કળામંદિર પર ચડેલા અણઘડ કળાના પોપડા દૂર કરવાના હતા. મંદિર પર સેંકડો વર્ષ દરમ્યાન થયેલ સમારકામ અને રંગકામે મૂળ કળાના વૈભવને ઢાંકી દીધો હતો અને કયાંક વિકૃત પણ કરી દીધો હતો. કસ્તૂરભાઈનું ધ્યાન તે તરફ જતાં તેમણે પ્રાચીન શિલ્પોને યથાતથ સ્વરૂપમાં અનાવૃત કરવાનો નિર્ણય કર્યો. પહેલાં અમુક શિલ્પકૃતિઓ ઉપરના પોપડા ઉખડાવ્યા તો તેમાંથી અદ્ભુત કોતરણીવાળી નમણી કળા ઊપસી આવી. તે જોઈને કલાકારને થાય તેવો આનંદ-રોમાંચ આ કલાપરીક્ષકને થયો. તેમણે પૂરતું ખર્ચ કરીને તારંગાના સમગ્ર સ્થાપત્યનો આ કલાસંતર્પક દૃષ્ટિએ જીર્ણોદ્ધાર કરાવ્યો.૧૩ આજે તારંગાનાં આ શિલ્પ-સ્થાપત્યો કળાપ્રેમી યાત્રિકોને માટે મુખ્ય આકર્ષણરૂપ બન્યાં છે તેનું કારણ જીર્ણોદ્ધારને પ્રતાપે તેમને પ્રાપ્ત
Scanned by CamScanner