________________
સ્વરાજપ્રાપ્તિ પછી– ૧૨૭
પતિની સાથે આવી હતી. સોવિયેટ સરકારે દોઢ મહિનો રહેવા સૂચવેલું, પણ
સ્તૂરભાઈએ લખ્યું: “અમે ચાર અઠવાડિયાથી વધુ વખત આપી શકીએ તેમ નથી.” પ્રતિનિધિમંડળ મૉસ્કો પહોંચ્યું કે તરત તેમનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો. સવારના નવથી મધરાત સુધીનો ભરચક કાર્યક્રમ ગોઠવાયો હતો. નવને ટકોરે બધા તૈયાર થઈને નીકળે ને અગાઉથી નક્કી કરેલા કારખાનાની મુલાકાતે ઊપડે ત્યાંથી સાડા બારે પાછા આવીને ભોજન લે. થોડો આરામ લઈને અઢી વાગ્યે ફરીથી નીકળી પડે તે સાંજે સાડા દસે પાછા આવે.
પછી તેમના માનમાં મનોરંજનનો કાર્યક્રમ હોય. ‘બાલે” અને “કોસાક નૃત્યોના અવનવા કાર્યક્રમો દરરોજ રાત્રે બતાવે. ભાગ્યે જ કોઈ સાંજ ખાલી ગઈ હશે.?
કારખાનાં જંગી હોય. કોઈમાં ૩૫,૦૦૦ કારીગરો હોય. તો કોઈમાં ૧૦,૦૦૦ કે ૨૦,૦૦૦. રશિયાની અર્થવ્યવસ્થા જોતાં કારખાનાં એકકેન્દ્રિત હોય તે સ્વાભાવિક છે.
ચાર-પાંચ દિવસ થયા એટલે કસ્તૂરભાઈએ રશિયાના સત્તામંડળને કહ્યું: ' “અમને જે કારખાનાં બતાવ્યાં તે બ્રિટિશ, જર્મન કે સ્વીસ બનાવટની યંત્રસામગ્રીવાળાં જનાં કારખાનાં છે. અમે અહીં આવ્યા છીએ તે રશિયાની આધુનિક યંત્રસામગ્રી અને તેનાથી ચાલતાં નવાં કારખાનાં જોવા માટે” આમ કહેવા છતાં તાશ્કેદની કાપડ મિલને બાદ કરતાં તેમની મુલાકાત દરમ્યાન એક પણ નવું કારખાનું ભારતના પ્રતિનિધિમંડળને બતાવવામાં આવ્યું નહોતું. તાશ્કેદની મિલનો મેનેજર કહેવા લાગ્યો કે “કાપડની મિલમાં ધૂળનો ત્રાસ ન નડે તેવી યંત્રસામગ્રી રશિયાએ બનાવી છે તેનો અમને ગર્વ છે.”
તેના જવાબમાં કસ્તૂરભાઈએ કહ્યું: “જૂનાં લેંકેશાયરનાં કારખાનાની બ્લોઇંગ અને કાર્ડિંગ રૂમો ધૂળથી ભરાયેલી રહેતી એ સાચું છે. પરંતુ ૧૯૫૪માં તમે જોશો કે બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલ દરેક કારખાનામાં રૂમને ધૂળથી ખરડે નહીં ને ધૂળને દૂર કરે એવી યંત્રસામગ્રી વસાવવામાં આવતી હોય છે.”
(પ્રતિનિધિમંડળનું રશિયાએ ઉદારભાવે આતિથ્ય કર્યું હતું. તેમને એક ખાસ વિમાન આપવામાં આવેલું. સાથે ચાર દુભાષિયા હતા. મજૂરી, ઉત્પાદન કે મજૂરોને મળતી સવલતોને લગતા કોઈ પણ પ્રશ્નના ઉત્તર તત્કાળ મળી જતા.
Scanned by CamScanner