________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
૧૧૫
તરભાઈ તેના જવાબમાં પોતાને દિલ્હી જવાનું હોઈ સભા બે દિવસ મોડી રાખવા વિનંતી કરે છે.
પછી ગાંધીજી દાંડીકૂચ કરે છે. કસ્તૂરભાઈ ગાંધીજીને માર્ચના છેલ્લા . અઠવાડિયામાં નીચે મુજબ પત્ર લખે છે:
પૂજ્ય મહાત્માજી,
- અમદાવાદના લગભગ બધા જ મિલ એજન્ટોએ આપના પ્રત્યેનો પૂજ્યભાવ દર્શાવવા અને આપને વંદન કરવા તા. ૧લી એપ્રિલે સરત આવવા નક્કી કર્યું છે. અમારી ટ્રેન અત્રેથી સાત વાગ્યે ઊપડી અગિયાર વાગ્યે સુરત પહોંચશે. બપોરે બે અને ચાર વાગ્યાની વચ્ચે આપની પાસે છાપરાભાર આવી પહોંચીશું. તો આશા છે કે તે સમયે અમારી આપની પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરવાની તક આપશો.
સેવક
કસ્તૂરભાઈનાં વંદન ગાંધીજી તા. ૩૧-૩-૩૦ના રોજ તેનો જવાબ લખે છે: ભાઈ કસ્તૂરભાઈ,૧૧
તમારા પત્રને સારુ આભારી થયો છું. સહુ ભાઈઓ જરૂર પધારશો. આપણે સુખદુ:ખની વાતો કરશું.
મોહનદાસના વં. મા. સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદના બધા જ મિલ એજન્ટો ગાંધીજીને મળવા ગયા તેની વિગતવાર નોંધ દેશ-પરદેશનાં અખબારોએ લીધી હતી. સ્વદેશી સભાએ અમદાવાદના વેપારીઓ પાસે પડેલું પરદેશી કાપડ લઈ લેવાનો ઠરાવ કરેલો તેનો અમલ કરવામાં વિલંબ થાય છે એ ભયંકર છે એમ મને લાગે છે એમ તા. ૩૦-૫-૩૧ના રોજ કસ્તુરભાઈ પરના પત્રમાં ગાંધીજી લખે છે અને તેનો ઝટ નિકાલ કરવા તેમને તેઓ આગ્રહપૂર્વક જણાવે છે.
બીજે જ દિવસે કસ્તુરભાઈ લખે છે કે “આ પ્રશ્નનો નિકાલ જેમ બને તેમ જલદી કરવા મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ.” એ જ રીતે વિદેશી માલ પરદેશ મોકલવાની કંપનીમાં અમદાવાદ તરફથી બહુ થોડાં જ નામ ભરાયેલાં
Scanned by CamScanner