________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
૧૧૭
આવ્યાં છે. કોંગ્રેસ પાસે કશી મૂડી નથી એ તો આપ જાણો છો.” કસ્તુરભાઈએ
ખુલાસો કર્યો.
“એ ગમે તેમ હોય. ટ્રસ્ટનાં નાણાં તેને માટે ન વપરાય. તમારે એ નાણાં
ટ્રસ્ટમાં પાછાં મૂકી દેવાં પડશે.”
સ્તરભાઈ કે દાદાસાહેબની પાસે આનો કોઈ જવાબ નહોતો. દાદાસાહેબ બહારગામ હતા. તે આવ્યા કે તરત જ કસ્તૂરભાઈએ ખર્ચાયેલાં નાણાં ટ્રસ્ટમાં
ભરી દીધાં.૧૪
આ વર્ષો દરમ્યાન કસ્તૂરભાઈનું નામ રાષ્ટ્રીય નેતાઓ સાથે એટલું બધું બોલાતું હતું કે પરદેશી સરકારની કરડી નજર તેમના પર થયા વિના રહી નહીં. તેમની પાનકોર નાકા પરની પેઢી પર પોલીસે દરોડો પાડયો. એ જ દિવસોમાં દિલહીથી લાલા શ્રીરામનો ટેલિફોન દ્વારા સંદેશો આવ્યો કે “તમારી ધરપકડ થવાની વકી છે, તૈયાર રહેજો.”૧૫ પોલીસને કસ્તૂરભાઈની પેઢીમાંથી કશું વાંધાજનક સાહિત્ય મળ્યું નહીં એટલે તેમની સામે કશું થઈ શક્યું નહીં.
૧૯૪૨ના ઑગસ્ટની નવમી તારીખે મુંબઈના ગોવાલિયા ટેકના મેદાન પર ભરાયેલ કોંગ્રેસ મહાસમિતિએ વિદેશી સરકારને ખુલ્લો પડકાર કરતો ‘હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. તે દિવસે કસ્તૂરભાઈ મુંબઈમાં હતા. મજૂર મહાજન સંઘના પ્રધાન મંત્રી ખંડુભાઈ દેસાઈ પણ ત્યાં હતા. બને તે જ રાત્રે ગુજરાત મેલમાં એક જ ડબ્બામાં મુસાફરી કરતા હતા. બીજે દિવસે નેતાઓની ધરપકડ થતાં દેશનું વાતાવરણ ઉગ્ર બનશે એ બંને જાણતા હતા. અમદાવાદમાં મિલમજૂરો હડતાળ પાડશે તો મામલો ગંભીર બનશે અને કોઈ એકાદ અગ્રણીને માથે સરકાર દોષ ઢોળશે એમ ચર્ચા કરતાં બંનેને લાગ્યું. એટલે નક્કી કર્યું કે મજૂરોને તેમના વતનમાં મોકલી દેવા, જેથી ન તો મિલોને માથે જવાબદારી આવે કે ન તો મજૂર મહાજનને માથે. સૌથી સારો, સલામત અને વ્યવહારુ રસ્તો અપનાવવાનું આમ આ બે અગ્રણીઓએ પ્રવાસ દરમ્યાન જ નક્કી કરી લીધું.
બીજે દિવસે સવારે કસ્તૂરભાઈ ઘેર પહોંચ્યા કે થોડી વારમાં અંબાલાલ સારાભાઈ તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું:
“નેતાઓની ધરપકડના વિરોધમાં મજૂરો ત્રણ દિવસની હડતાળ
Scanned by CamScanner