________________
૧૧૬
પરંપરા અને પ્રગતિ
તે અંગે ગાંધીજી કસ્તુરભાઈને ફરિયાદ કરે છે અને તમારા શેર ભરાઈ ચુક્યા છે એ બસ નથી' એમ તા. ૨૬-૭-૩૧ના પત્રમાં લખીને તે અંગે સક્રિય થવા જણાવે છે.૧૨
ગાંધીજીના ઐતિહાસિક ઉપવાસ વખતે માતાની માંદગીને કારણે કસ્તુરભાઈ રૂબરૂ જઈ શકતા નથી. પરંતુ તા. ૨૬-૯-૩રના પત્ર દ્વારા તેમની તબિયતના સમાચાર પુછાવે છે કે હવે તો વડા પ્રધાન સત્વર નિર્ણય આપી દે અને આપે પારણું કર્યું છે તે જાણવા આતુરતા વ્યક્ત કરે છે. ગાંધીજી જેલમાંથી મોહિનાબાની તબિયતના સમાચાર પુછાવે છે ને પછી (૧૯-૧૨-૩રના રોજ) મોહિનાબાના અવસાન અંગે આશ્વાસનનો તાર કરે છે.૧૩
પછી ૧૯૩૪-૩૫-૩૬નાં વર્ષોમાં મજૂરોના પગારકાપ વિશે મિલમાલિક મંડળે કરેલા ઠરાવ અંગે બંને વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલે છે. ગાંધીજીના અવસાન સુધી તેમનો કસ્તૂરભાઈ સાથે પત્રવ્યવહાર તેમ જ અવારનવાર રૂબરૂ મુલાકાતથી સંબંધ ચાલુ રહ્યો હતો.
દાંડીકૂચ પછી ગાંધીજી સત્યાગ્રહાશ્રમમાં પાછા આવેલા નહીં. પણ સત્યાગ્રહ પછી અમદાવાદ આવ્યા ત્યારે રણછોડલાલ શોધનના બંગલે ઊતર્યા હતા. તે વખતે તેમના જાણવામાં આવ્યું કે ત્રીસની લડત દરમ્યાન અમુક ટ્રસ્ટનાં નાણાં ખરચી નાખવામાં આવ્યાં છે. ટ્રસ્ટનાં નાણાં કસ્તૂરભાઈ પાસે રહેતાં હતાં. એટલે તેમણે કસ્તૂરભાઈને તાબડતોબ પત્ર લખીને બોલાવ્યા. એ વખતે કસ્તૂરભાઈ દક્ષિણના પ્રવાસમાં હતા. મલબાર કિનારા પરનાં સ્થળોએ પત્ની અને દલાલની સાથે બજારોનું નિરીક્ષણ કરતા ફરતા હતા. ગાંધીજીનો પત્ર આવતાં પ્રવાસ ટૂંકાવીને તેઓ અમદાવાદ પાછા ફર્યા. ગાંધીજીને મળવા ગયા કે તરત જ તેમણે પ્રશ્ન કર્યો:
“કોંગ્રેસની લડત દરમ્યાન ટ્રસ્ટનાં નાણાં ખર્ચાઈ ગયાં છે તે વાત સાચી?” “હા, જી.” /
“તમે જાણો છો ને કે ટ્રસ્ટનાં નાણાં જે હેતુ માટે ટ્રસ્ટ કર્યું હોય તેનાથી બીજા હેતુ માટે ન વાપરી શકાય?”
“હા, જી. મને દાદાસાહેબે કહ્યું એટલે નાણાં આપ્યાં. સત્યાગ્રહમાં જોડાયેલા માણસોનાં કુટુંબોની સંભાળ માટે કોંગ્રેસ તરફથી એ નાણાં વાપરવામાં
Scanned by CamScanner