________________
પરંપરા અને પ્રગતિ
પ્રજાની પાસેથી રાહત માટેનું ભંડોળ એકઠું કરવાની સાથે સરદારે મુંબઈ સરકાર પાસેથી પણ તેના દુષ્કાળ રાહત નિધિમાંથી મદદ મેળવી હતી. તે વખતના નાણામંત્રી સર ચુનીલાલ મહેતા દ્વારા ગુજરાત-સૌરાષ્ટ્ર માટે તેમણે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા હતા. કસ્તૂરભાઈએ આ વખતે કસાયેલા કાર્યકર તરીકે સરદારની પડખે રહીને રાહતનાં વિવિધ કેન્દ્રોનું સંકલન સમર્થ રીતે કરી બતાવ્યું હતું.
૧૧૪
૧૯૨૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની નવી ચૂંટણી થઈ. તેમાં અંબાલાલ સારાભાઈ તથા કસ્તૂરભાઈને સરકારે નિયુક્ત કર્યા. અંબાલાલ સારાભાઈએ અલગ પક્ષ ઊભો કરેલો તેમાં વકીલ દોલતરામ, મણિલાલ ચતુરભાઈ તથા ડૉ. ટંકારિયા વગેરે હતા. વલ્લભભાઈ પ્રમુખ હતા. તેમના ટેકેદારોમાંથી કેટલાક અંબાલાલને પક્ષે જતાં વલ્લભભાઈની બહુમતીને અસર થયેલી. મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર ભગતના પ્રકરણમાં અંબાલાલ સારાભાઈ અને વલ્લભભાઈ વચ્ચે ઉગ્ર મતભેદ પ્રગટ થયો. આ વિવાદને કારણે ધર્મસંકટમાં મુકાયેલા કસ્તૂરભાઈએ બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું. છેવટે એક વધુ મતથી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર તરીકે ભગતને રાખવાનો ઠરાવ પસાર થયો એટલે સરદારે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.
પહેલાં બારડોલી સત્યાગ્રહના ને પછી દેશભરના સ્વાતંત્ર્યયુદ્ધના સરદાર થવા માટે વલ્લભભાઈને વાસ્તે કદાચ એ ઈશ્વરી સંકેત હશે.
પંડિત મોતીલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર જેવા નેતાઓ સાથેના ગાઢ સંબંધને કારણે કસ્તૂરભાઈ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં દિનપ્રતિદિન સક્રિય રસ લેતા જતા હતા. ગાંધીજીના પણ વિશ્વાસનું પાત્ર બની ગયા હતા. તા. ૨૦-૪-૨૮ના રોજ તેઓ કસ્તૂરભાઈને ઍન્ડ્રૂઝને અમેરિકા જવા માટેના ખર્ચનો પ્રબંધ કરવા સારુ પત્ર લખે છે. ટિળક સ્વરાજ ફંડનાં નાણાં મિલમાલિકોએ ભરેલાં તેના વહીવટમાં ‘મારી પણ સલાહ લેવી એવી શરત છે’ એમ કહીને ગાંધીજી તે નાણાંનો મજૂરોને માટે ઉપયોગ કરાવવા સારુ મિલમાલિકોની સભા ભરવા કસ્તૂરભાઈ, મંગળદાસ અને ગોરધનભાઈને સંયુક્ત રીતે સંબોધેલા તા. ૪-૩-૩૦ના પત્રમાં જણાવે છે. સાથે સાથે પોતાને ૧૧ માર્ચથી જેલપ્રયાણ કરવાનું બનવાનો સંભવ પણ નિર્દેશે છે. તા. ૭-૩-૩૦ના રોજ
Scanned by CamScanner