________________
૧૧૨
પરંપરા અને પ્રગતિ
પરંતુ ખરું કામ ગામડાંઓને સહાય પહોંચાડવાનું હતું. અનાજ, કપડાં અને ઘર ઊભાં કરવાં માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું હતું. તેમણે કસ્તુરભાઈનો સંપર્ક સાધીને રાહતની યોજના ઘડી કાઢી.
“રાહતની ઝોળીમાં તમે કેટલા આપશો?” સરદારે કસ્તૂરભાઈને સીધો સવાલ કર્યો.
“મારા ભાઈઓ અને હું મળીને પચીસ હજાર આપીશું.” “કેટલી તારાજી થઈ છે તેનો ખ્યાલ છે?” વલ્લભભાઈએ પૂછયું. “છે તો ઘણી ગંભીર પરિસ્થિતિ.” “તમારે એક લાખ રૂપિયા આપવા પડશે.” “પહેલાં મંગળદાસ શેઠને મળીએ.” કસ્તુરભાઈએ કહ્યું.
બંને મંગળદાસ શેઠને ઘેર ગયા. સરદારે રેલથી થયેલ નુક્સાનનો ચિતાર આપ્યો અને કહ્યું: “તમારે દરેકે એકેક લાખ રૂપિયા આપવા પડશે. તમે, મફતલાલ શેઠ, અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈએ.”
મંગળદાસ શેઠે મગનું નામ મરી પાડ્યા વિના કહ્યું: “વિચાર કરી જોઉં. બે દિવસ પછી આવજો.”
પછીના સોમવારે બંને મિત્રો ફરીથી મંગળદાસને ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે વિગતે વિચાર કરી રાખ્યો હતો.
“જુઓ,” તેમણે કહ્યું, “અમે દરેક જણ પચીસ હજાર ફાળા તરીકે આપીએ અને પચાસ હજાર વ્યાજમુક્ત લોન તરીકે આપીએ. તેમાંથી બેઘર બનેલા લોકોને ઘર બાંધવા માટે લોન આપી શકાય.”
“ભલે.” સરદારને સંતોષ થયો.
“મફતલાલ શેઠની રકમ હું મેળવી આપીશ ને અંબાલાલ સારાભાઈ પાસેથી કસ્તૂરભાઈ ઉઘરાવી લે.” મંગળદાસે કહ્યું. અંબાલાલ શેઠ એ વખતે શિલોંગ હવા ખાવા માટે ગયા હતા.
કસ્તૂરભાઈના જેવો મંગળદાસ શેઠને ફાળો ઉઘરાવવાનો અનુભવ નહોતો. છતાં આ પ્રસંગે સરદાર અને કસ્તૂરભાઈની સાથે કેટલાક અગ્રગણ્ય ધનિકોને ત્યાં એ કામ માટે તેઓ ફર્યા હતા. '
શેઠશ્રી મોતીલાલ હીરાભાઈને ત્યાં એક સાંજે ત્રિપુટી પહોંચી. વયોવૃદ્ધ
Scanned by CamScanner