________________
૧૧૦
પરંપરા અને પ્રગતિ
ગાંધીજીએ પૂછયું.
“પચાસ ટકા કાપડ નિકાસ થઈ શકે. કેમ કે ધોતી અને સાડીનો પહેરવેશ બીજા દેશોમાં હોતો નથી એટલે તે સિવાયનો બાકીના પચાસ ટકા જેટલો માલ જ પરદેશમાં ખપવાની આશા રાખી શકાય.”' કસ્તૂરભાઈએ કહ્યું.
ગાંધીજીને આ દલીલ જી નહીં. તેમણે વિદેશી માલના બહિષ્કારની ઝુંબેશ એવા જુસ્સાથી ઉઠાવી કે દોઢસો કરોડ વાર જેટલું બ્રિટિશ કાપડ અહીં આયાત થતું હતું તે ઘટીને એક જ વર્ષમાં ૩૩ કરોડ જેટલું થઈ ગયું! બ્રિટનને માટે આ જબરો આર્થિક ફટકો હતો. બ્રિટનને હંફાવવાનો આ એક મુખ્ય મોરચો હતો. એટલે રાજદ્વારી નેતાઓએ ખાદીનાં કપડાં વાપરવાનો જોરદાર પ્રચાર કર્યો.
આ પ્રવૃત્તિને અનુષંગે અમદાવાદના મિલમાલિકોએ સ્વદેશી સભાની રચના કરી. આ સભાના સભ્યોએ કેવળ ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ વાપરવાનું વ્રત લેવું પડતું. સ્વદેશી સૂતર અને સ્ટોર ઉપલબ્ધ હોય છતાં તેને સ્થાને વિદેશી વાપરે તેનો મોટો દંડ કરવાનું ઠરાવ્યું હતું.
કેટલીક મિલોમાં વિદેશી માલનો ઉપયોગ થતો માલૂમ પડતાં તેમનો દંડ પણ કરવામાં આવેલો. સ્વદેશી સભાને કોંગ્રેસની સ્વીકૃતિ પ્રાપ્ત થાય તે માટે કસ્તૂરભાઈ ઈંતેજાર હતા. અમદાવાદમાં સ્થપાયેલી આ સ્વદેશી સભામાં જોડાવા માટે મુંબઈના મિલમાલિકો ઘણા આતુર હતા; પરંતુ સ્તૂરભાઈએ સાવધાનીપૂર્વક તેમને દૂર રાખ્યા હતા. મુંબઈની અમુક મિલોના માલિકો બ્રિટિશ હતા અને તેમાં એકરાગનું વાતાવરણ ન હતું.
એ વખતે કોંગ્રેસના પ્રમુખ પંડિત મોતીલાલ નેહરુ હતા. સ્વદેશી સભા અંગે તેમને મળવા માટે કસ્તૂરભાઈ મુંબઈ ગયા. શંકરલાલ બેંકરને આની જાણ થતાં તેઓ પણ મુંબઈ ગયા.
કસ્તૂરભાઈએ સ્વદેશી સભાનો ઇતિહાસ આપ્યો અને કહયું: “ોંગ્રેસે સ્વદેશી સભાને માન્ય સંસ્થા તરીકે અપનાવવી જોઈએ.”
સ્વદેશી સભાના મોટા ભાગના સભ્યો મિલમાલિકો છે, એટલે જો તમે એને કેંગ્રેસની માન્ય સંસ્થા તરીકે સ્વીકૃતિ આપશો તો કેંગ્રેસે પુરસ્કારેલી ખાદી-પ્રવૃત્તિને હાનિ પહોંચશે.” શંકરલાલ બેંકરે મોતીલાલજીને કહ્યું. ગાંધીજી એ વખતે જેલમાં હતા.
Scanned by CamScanner