________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૩
શેઠે તેમને ઉમળકાભેર આવકાર આપ્યો. તેમના હાથમાં શેતરંજી હતી તે બતાવતાં બોલ્યા :
“આ શેતરંજી હમણાં જ ખરીદી. શી કિંમત હશે, કહો જોઈએ?” ઝીણી આંખ કરીને શેઠે કસ્તૂરભાઈને પૂછ્યું.
“ખબર નથી. પચાસ આપ્યા?” કસ્તૂરભાઈએ કહ્યું.
“અરે, પચાસ હોય ? પંદર આપ્યા.” ડોસાના મુખ પર વિજયનું સ્મિત
હતું.
વલ્લભભાઈ અને કસ્તૂરભાઈ તો તેમની વાતથી ડઘાઈ જ ગયા. તેમને થયું: પંદર રૂપિયાની શેતરંજી ખરીદનાર કેટલું આપવાના હતા? સરદારે રેલથી થયેલી ખરાબીની વિગતો આપીને આગમનનો હેતુ સમજાવ્યો. જરા પણ આનાકાની વગર મોતીલાલ શેઠે પંદર હજાર ફાળામાં અને પાંત્રીસ હજાર લોન તરીકે આપ્યા. સરદાર અને કસ્તૂરભાઈની ગણતરી ખોટી પડી. પોતાને માટે કરકસર કરનારનું હ્રદય દુખિયાંને માટે કેટલું ઉદાર થઈ શકે છે!
“આનું નામ માણસાઈ.” સરદાર બોલ્યા.
થોડા દિવસ પછી અંબાલાલ સારાભાઈ અમદાવાદ આવ્યા. કસ્તૂરભાઈએ તેમને વિગતવાર યોજના સમજાવી.
“મારે મારા મજૂરોને માટે મોટી રકમ આપવાની છે એટલે દિલગીર છું, તમે નક્કી કરેલી રકમ નહીં અપાય.” અંબાલાલ સારાભાઈએ કહ્યું.
તેમણે દસ હજાર રૂપિયા આપ્યા.
“He has always been unpredictable." કસ્તૂરભાઈ સ્વગત બોલ્યા.પ
દસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. તેને માટે સંકટ રાહત સમિતિની રચના કરવામાં આવી. તેના મંત્રી તરીકે દાદાસાહેબ માવળંકર અને કસ્તૂરભાઈ લાલભાઈ હતા. આ સિમિત તરફથી જેમની જમીન ધોવાઈ ગઈ હતી તેમને જમીન સરખી કરાવી આપીને બી વગેરેની જરૂરી સગવડ કરી આપવામાં આવી. મકાન માટેની લોનના કરારપત્ર તૈયાર કરીને દાદાસાહેબે ગામડાંમાં લોનની રકમો વહેંચવાની વ્યવસ્થા ઊભી કરી હતી. લોનનાં નાણાં દસ વર્ષ સુધી હપતે હપતે પાછાં મેળવવાનાં હતાં.
Scanned by CamScanner